સુરતમાં હજુ એક લવ જેહાદ : મલિક નામના યુવકે રાહુલ નામ રાખી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને પછી…

ગુજરાતમાંથી લવ જેહાદરની ઘણી ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે સુરતમાંથી પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હાલ પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ યુવકે તેનું હિન્દુ નામ રાખ્યુ અને એક કિશોરીને પ્રેમજાળમાં ફસાવી અને તેનું અપહરણ કરી દીધુ. પોલિસે આ મામલે લવ જેહાદની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલિસે આરોપીને પકડી લીધો છે અને કિશોરીને પણ છોડાવી દીધી છે.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના પુણે વિસ્તારમાંથી આ લવ જેહાદની ઘટના સામે આવી છે. એક મલિક નામના મુસ્લિમ યુવાને રાહુલ નામ રાખી અને એક છોકરીનું અપહરણ કર્યુ હતુ. મલિક નામના યુવાને તે છોકરીને પહેલા પ્રેમજાળમાં ફસાવી હતી. હાલ તો પોલિસે ગુનો નોંધી અને આરોપીને ઝડપી પાડ્યો છે. વરાછાની 16-17 વર્ષિય કિશોરી થોડા દિવસ પહેલા જ આરોપીની પ્રેમજાળમાં ફસાઇ હતી.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે આરોપીએ તેનું નામ રાહુલ જણાવ્યુ હતુ અને છોકરી તેની વાતોમાં આવી ગઇ હતી. આ છોકરી મોભાદાર પરિવારની દીકરી છે અને આ છોકરીનો વિશ્વાસઘાત કરી આરોપી તેનું અપહરણ કરી તેને લઇ ગયો હતો. આ બાબતે છોકરીના પરિવાર દ્વારા પોલિસને જાણ કરવામાં આવી અને યુવક હોવાથી પોલિસવી ટીમોને તાત્કાલિક દોડાવવામાં આવી હતી. પુણા પોલિસે અપહરણ અને લવ જેહાદનો ગુનો નોંધ્યો છે અને આરોપીને પકડી લીધો છે.

Shah Jina