વાહ… અદ્ભૂત ચમત્કાર, નદીમાંથી મળી 1000 વર્ષ જૂની અયોધ્યામાં બિરાજમાન રામલલા જેવી જ પ્રતિમા, શાસ્ત્રોમાં પણ છે ઉલ્લેખ, જુઓ

અહો ભાગ્ય! નદીમાં થયો ચમત્કાર, અયોધ્યા રામલલા જેવી જ ભગવાન વિષ્ણુની પ્રતિમા મળી,  જુઓ આ ચમત્કાર

Lord Vishnu found similar to Ayodhya Ramlala : અયોધ્યામાં જ્યારથી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે ત્યારથી આખો દેશ રામમય થઇ ગયો છે. દરેક વ્યક્તિના મોઢા પર જય શ્રી રામનું નામ છે અને ઘણા લોકો અલગ અલગ રીતે પોતાની રામ ભક્તિ પણ બતાવતા જોવા મળે છે. ત્યારે હાલમાં એક એવી ખબર સામે આવી છે જેને રામભક્તોને ખુશ કરી દીધા છે. કર્ણાટકની કૃષ્ણા નદીમાં અયોધ્યામાં રામલાલની નવનિર્મિત પ્રતિમા જેવી જ પ્રતિમા મળી આવતાં સૌ કોઈને આશ્ચર્ય થયું છે.

નદીમાંથી મળી પ્રતિમા :

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાયચુર જિલ્લામાં કૃષ્ણા નદીમાં ભગવાન વિષ્ણુની પ્રાચીન દશાવતારની મૂર્તિ મળી આવી છે, જે 11મી કે 12મી સદીની હોઈ શકે છે. રામલલાની પ્રતિમાની જેમ આ પ્રતિમામાં પણ ભગવાન વિષ્ણુની મૂર્તિના પ્રભામંડળની આસપાસ દશાવતાર સુંદર રીતે કોતરવામાં આવ્યા છે. પુરાતત્વવિદોના મતે રામલલાની આ 1000 વર્ષ જૂની પ્રતિમાની સામ્યતા એક અદ્ભુત સંયોગ છે. ખાસ વાત એ છે કે આ પ્રતિમાની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે.

અયોધ્યાના રામલલા જેવી જ :

કૃષ્ણા નદીમાં મળેલી પ્રતિમા વિશે માહિતી આપતાં, રાયચુર યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વના પ્રોફેસર ડૉ. પદ્મજા દેસાઈએ કહ્યું કે તે મંદિરના ગર્ભગૃહનો એક ભાગ હોવો જોઈએ. એવી પણ આશંકા છે કે મંદિરમાં તોડફોડ બાદ પ્રતિમાને બચાવવા માટે નદીમાં ફેંકી દેવામાં આવી હશે. આ વિષ્ણુ મૂર્તિના નાકને સહેજ નુકસાન થયું છે.

પ્રતિમામાં શું છે ખાસ ?:

ડો.પદ્મજા દેસાઈના જણાવ્યા અનુસાર આ વિષ્ણુ પ્રતિમામાં રામ લલ્લાની જેમ ખાસ કોતરણી કરવામાં આવી છે. પ્રભામંડળને દશાવતારના રૂપમાં મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કીના અવતારથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. વિષ્ણુની ઉભી પ્રતિમાને ચાર હાથ છે, જેમાં બે ઉભા હાથ શંખ અને ચક્રથી સજ્જ છે. જોકે, આ મૂર્તિ પર ગરુડનું ચિત્રણ કરવામાં આવ્યું નથી.

Niraj Patel