છી છી છી .. ભાડાના બંગલામાં OTT માટે ચાલી રહ્યુ હતુ અશ્લીલ ફિલ્મોનું શુટિંગ…અનેક રાજ્યોના યુવક-યુવતિઓ પકડાયા

પુણેના લોનાવલામાં અશ્લીલ વીડિયો બનાવવા વાળા 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલિસ અનુસાર, અર્ણવ વિલામાં આ ગોરખધંધો બે દિવસથી ચાલી રહ્યો હતો. અહીંથી અલગ અલગ રાજ્યોના યુવક-યુવતિઓ પકડાયા છે. પોલિસને કેટલાક અશ્લીલ વીડિયો મળ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

બધા આરોપીઓ વિરૂદ્ધ અશ્લીલતા ફેલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ સાથે જ વિલા ભાડા પર આપનાર ત્રણ લોકો પર પણ FIR દાખલ કરાઇ છે. પોલિસે જણાવ્યુ કે, તેમને લોનાવલાના પાટન ગામમાં બનેલ અર્ણવ વિલામાં આ શુટિંગની સૂચના મળી હતી. પોલિસે ત્યાં પહોંચી રેડ મારી તો 13 લોકો પકડાયા. કાર્યવાહી દરમિયાન અશ્લીલ વીડિયો 6.72 લાખ રૂપિયાના 2 કેમેરા અને કેટલોક અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીઓએ 30,000 રૂપિયામાં ભાડા પર આ વિલા રાખ્યો હતો. આરોપી OTT પ્લેટફોર્મ ઉપરાંત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઇટ પર પણ અશ્લીલ વીડિયો અપલોડ કરતા હતા. પોલિસે જણાવ્યુ કે ધરપકડ કરાયેલા યુવક-યુવતિઓમાં મોટાભાગના પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને ઉત્તરાખંડથી છે. જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે 14 માર્ચે અશ્લીલ કંટેંટ પ્રસારિત કરનાર 18 OTT પ્લેટફોર્મ પર બેન લગાવ્યો હતો.

આ સાથે 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ બ્લોક કર્યા હતા. આ એપ, OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એન્ટરટેઇનમેન્ટના નામે અશ્લીલ અને આપત્તિજનક વીડિયો પેશ કરતા હતા. આ પહેલા પણ OTT એપ્સને ઘણીવાર ચેતવણી આપવામાં આવી હતી તેમ છત્તાં પણ કંટેંટમાં સુધાનો ન આવ્યો. 12 માર્ચે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Shah Jina