વેપારીએ સપનાનું ઘર બનાવવા લાખો રૂપિયા બેંકમાં મુકવાના બદલે પેટીમાં મુક્યા, પેટી ખોલીને જોયું તો નોટોનો બની ગયો હતો કચરો,જાણો કારણ

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય. આ ઘર બનાવવા માટે લોકો મહેનત પણ કરતા હોય છે અને એક એક રૂપિયો ભેગો કરી પોતાના સપના તરફ આગળ વધતા હોય છે. પરંતુ હાલ આવેલી ખબર પ્રમાણે એક વેપારીનું સપનું ઉધઈ ખાઈ ગઈ છે. આંધપ્રદેશના કૃષ્ણા જિલ્લાના એક બેપારીએ આલીશાન ઘર બનાવવા માટે ઘણા બધા પૈસા ભેગા કર્યા હતા પરંતુ હવે તેના આ બધા જ પૈસા રદ્દી બની ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કૃષ્ણા જિલ્લાના માઇલવારમની અંદર બિજલી જમાલય નામનો વેપારી ભૂંડ ખરીદવાનું અને વેચવાનું કામ કરતો હતો  જેના કારણે તેની જે પણ કોઈ આવક થતી હતી તેને તે બેંકમાં રખવાના બદલે ઘરની અંદર જ એક પેટીની અંદર રાખી મુકતો હતો. તેને આ પૈસાથી એક મોટું ઘર બનાવવાનું સપનું જોયું હતું.

પરંતુ જ્યારે તે વેપારીએ એક દિવસ પેટી ખોલીને જોયું ત્યારે તેના સપના ચકનાચૂર બની ગયા હતા. કારણ કે પેટીની અંદર રાખવામાં અવાયેલા લગભગ 5 લાખ રૂપિયાને ઉધઈ લાગી ચુકી અને બધા જ પૈસા નષ્ટ થઇ જતા રદ્દી બની ગયા હતા.

આ જોઈને બિજલી જમાલય ખુબ જ નિરાશ થઇ ગયો હતો કારણ કે તેને મહેનતથી ભેગા કરેલા એક એક પૈસાને તે તેની આંખો સામે રદ્દી થતા જોઈ રહ્યો હતો. હવે તે પૈસા તેના કોઈ કામના રહ્યા નહોતા. કારણ કે તે સાવ ફાટી ગયા હતા અને સડી પણ ગયા હતા.

ત્યારબાદ તે વેપારીએ વિચાર્યું કે આ નોટ હવે તેના કોઈ કામની નથી તો બાળકોને વહેંચી દેવામાં આવે. જેના કારણે તે તેની સાથે રમી શકે. પરંતુ ત્યાં પણ ખરાબ કિસ્મતે તેનો સાથ ના છોડ્યો. બાળકોને અસલી નોટો સાથે રમતા જોઈને તેની સૂચના પોલીસને આપી દેવામાં આવી.

પોલીસે જ્યારે મામલાની તપાસ માટે પહોંચી ત્યારે પેટીની અંદર વધારે માત્રામાં ઉધઈ લાગેલી નોટો જોઈને તે પણ ડાંગ રહી ગઈ હતી. પોલીસે તે બધી જ નોટોને જપ્ત કરી લીધી અને વેપારી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી લીધી છે.

Niraj Patel