લોકલ ટ્રેનની અંદર નાની દીકરી પોતાના હાથે તેના પપ્પાને ખવડાવી રહી હતી ફળ, સોશિયલ મીડિયામાં વીડિયો જીતી રહ્યો છે લાખો લોકોના દિલ, જુઓ

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોથી ભરેલું પડ્યું છે, રોજ કેટલીક એવી ઘટનાઓ બને છે જેને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવતા જ લોકોના દિલ જીતી લેતી હોય છે, ઘણીવાર એવા વીડિયો પણ સામે આવે છે જેને જોઈને ઘણા લોકો ભાવુક પણ થઇ જતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં બાપ અને દીકરીના પ્રેમનો એક અદભુત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેણે લાખો લોકોના દિલ જીતી લીધા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક પિતા ચાલતી લોકલ ટ્રેનના દરવાજા પાસે બેઠા છે. તેની સાથે એક નાની છોકરી પણ મુસાફરી કરી રહી છે. જ્યારે દીકરીએ પોતાના નાના હાથથી પિતાને ફળ ખવડાવવાનું શરૂ કર્યું, ત્યારે જ ટ્રેનમાં એક મુસાફરે આ સુંદર દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધુ. જેણે હવે ઈન્ટરનેટ યુઝર્સને ભાવુક કરી દીધા છે !

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર સંકીસાક્ષીએ શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે આવી ક્ષણો માટે જીવવા માંગુ છું ! અત્યાર સુધીમાં આ ક્લિપને 6 લાખ 33 હજારથી વધુ વ્યૂઝ અને 96 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ યુઝર્સ પિતા-પુત્રીના પ્રેમને જોઈને ભાવુક થઈ ગયા છે. દાવો કરવામાં આવ્યો હતો કે આ ક્લિપ મુંબઈની લોકલ ટ્રેનમાં શૂટ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Mehrotra (@sankisakshi)

પિતા-પુત્રીની સુંદર બૉન્ડિંગ જોઈને ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી. જ્યારે કેટલાક યુઝર્સે આ વીડિયોને આજે ઈન્ટરનેટ પર શ્રેષ્ઠ ક્લિપ તરીકે રેટ કર્યો છે, તો ઘણા યુઝર્સ આ ક્ષણને જોઈને ભાવુક થઈ ગયા છે. એક વ્યક્તિએ લખ્યું “ભાઈ નસીબ લાવ્યા છે !” બીજા યુઝરે લખ્યું “પિતા માટે દીકરીનો પ્રેમ અદ્ભુત છે.”

Niraj Patel