વિક્રમ સંવત 2078નું સિંહ રાશિના લોકોનું આખા વર્ષનું ભવિષ્યફળ, જાણો કેવું રહેશે તમારું આ નૂતન વર્ષ, રોકાણ કરવા માટેની છે ઉત્તમ તકો

   • સિંહ રાશિ
   • લકી નંબર:- 1,5,9
   • લકી દિવસ:- રવિવાર, મંગળવાર
   • લકી કલર:- ગોલ્ડન, ઓરેન્જ, યલો

સિંહ રાશિ લોકોનો સ્વભાવ:-
સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે જેના કારણે આ લોકોનો સ્વભાવ સંકલ્પથી અને મહેનતથી છે.  હંમેશા જિંદગીને આનંદથી જીવે છે. આ લોકો જે પણ બોલે છે તે સાફ બોલે છે.આ લોકોને દેખાડો કરવો બિલકુલ પણ પસંદ નથી. જેના કારણે સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. પોતાના ઉદાર દિલથી બધાને ખૂશ રાખે છે. ગંભીરતા આ લોકોના સ્વભાવમાં છે. પોઆ રાશિના લોકો પોતાના ઉર્જા અને ઉત્સાહના બળથી બધું જ મેળવી દે છે. સ્વભાવથી થોડા છુપા રુસ્તમ સિંહ રાશિના લોકો છે. પોતાની ખુશી અને દુઃખ કોઈની સાથે શેર નથી કરતા.પોતાના પાર્ટનરને ખુશી આપવાનો પ્રયાસ કરે છે. આ લોકોને એવા જીવન સાથે સાથે રહેવું પસંદ છે જે તેમને પ્રેમ અને આદર આપે. પરંતુ બીજાને હંમેશા ખુશ રાખવા અને તેમના દુઃખ દૂર કરવાની કોશિશમાં રહેતા હોય છે. પ્રેમની બાબતમાં આ લોકો સીરીયસ છે.

નોકરી-વ્યવસાય:-
2021માં નોકરી અને વ્યવસાય માટે સારું રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકોને શુભફળની પ્રાપ્તિ થશે. તમારા કામ અને લક્ષ્ય પર કેન્દ્રિત રહેશે. જેના કારણે તમને સારું પર્ફોર્મન્સ આપી શકશો.નોકરીમાં તમને પ્રમોશન મળશે. અધિકારીઓથી તમને સપોર્ટ મળશે. જે લોકો નોકરીની તલાશમાં છે તે લોકોને આશા પૂરી થશે. વર્કપ્લેસ માટેની સ્થિતિ અનુકૂળ બની રહી છે. આ વરસ કાર્યક્ષેત્રમાં જવાબદારી મળવાના યોગ બની રહ્યા છે. કોઈ નવા કામની શરૂઆત કરીશકશો. પરંતુ નવા કામની શરૂઆત પહેલા બીજાને સલાહ લેવી. આ વરસ તમને ધનની સાથે સફળતા પણ મળશે.

પ્રેમ જીવન:
રાશિફળ અનુસાર સિંહ રાશિના લોકો માટે આવક ઘણી બધી ખુશીઓ લઈને આવી રહ્યું છે. આ વર્ષ તમારી અને તમારા પાર્ટનર વચ્ચે બોન્ડિંગ જોવા મળશે. તમારા પાર્ટનરની નાની-મોટી ભૂલોને તમે નજર અંદાજ કરશો.પ્રેમી પંખીડા લગ્નના બંધનમાં બંધાય શકશે. તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક પળો મેળવી શકશો. તમારી દરેક મુલાકાત યાદગાર રહેશે. આ વર્ષ તમારા જીવનસાથી તમને મળશે. વર્ષના અંતે ભાગમાં તમે તમારા લવ લાઈફમાં પરિવર્તન જોવા મળશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે સાથે સાથે તમે કોઈ ટ્રિપ પર જઇ શકશો. નવા સંબંધની શરૂઆત કરી શકશો. આખા વર્ષ દરમિયાન તમારી બંને વચ્ચે સમજદારી જોવા મળશે.

સિંહ રાશિના જાતકોની કરિયર:-
રાશિફળ અનુસાર આ વર્ષ વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ અને ઉપલબ્ધિઓ વાળું રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે લોકોને સફળતા મળશે વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી શકશે.આ વરસ નકારાત્મક વિચારોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો. વર્ષના મધ્યમાં બદલાવ જોવા મળશે. વિદ્યાર્થીઓને કરીયર તેમજ જોબ માટે નવી ઓફર મળશે. વિદ્યાર્થી પોતાના પસંદની સંસ્થામાં જઇ શકશે અને પોતાના પસંદનો કોર્સ લઇ શકશે. જે લોકો મહેનત કરી રહ્યા છે તે લોકોને વધારે મહેનત કરવાની જરૂર છે. સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું સાબિત થશે.

પારિવારિક જીવન:-
પારિવારિક જીવન સારું રહેશે. સમાજમાં અને તમારા પરિવારમાં માન-સન્માન વધશે. પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખજો અને એફર્ટ કરી શકશો. ભાઈ-બહેનનો સહયોગ દરેક ક્ષેત્રમાં મળશે. વધારે વ્યસ્ત હોવા છતાં તમે પરિવારને સમય આપી શકશો. પરિવારમાં સંપ જોવા મળશે. આ વર્ષ પારિવારિક સંબંધમાં મજબૂતાઈ આવશે. સાથે સાથે કોઈ માંગલિક કાર્ય કરી શકશો. પરિવારનો પુરો સપોર્ટ મળશે પારિવારિક જીવનમાં હર્ષ અને આનંદનું વાતાવરણ બન્યું રહેશે.

સ્વાસ્થ્ય:-
રાશિફળ અનુસાર સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણ તેમજ માનસિક બાબતમાં તમને સારો અનુભવ પ્રાપ્ત થશે. જુની બિમારીઓમાંથી રાહત મળશે. વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે. આ વર્ષ દરમિયાન સિંહ રાશિના લોકો માટે સ્વાસ્થ્ય સારું રહે છે.

આર્થિક સ્થિતિ:-
આ વર્ષ તમને આર્થિક અને વધારે મજબૂત બનશે. આર્થિક સ્થિતિ સિંહ રાશિના જાતકો માટે ઉત્તમ રહેશે.ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે આયમાં વૃદ્ધિ થશે. વર્ષના અંતિમ ભાગમાં સારો ધનલાભ પ્રાપ્ત થશે.આ વર્ષ વધારેમાં વધારે ધન કમાવાની કોશિશ કરશો અને તેનું પ્લાનિંગ કરી શકશો. આર્થિક બાબતોમાં સમજી-વિચારીને નિર્ણય લેવો. આર્થિક સ્થિતિ બાબતે આ વર્ષ સારું છે.

Niraj Patel