કુવામાં પડી ગયો દીપડો, પછી તેને રેસ્ક્યુ કરવા માટે એવા એવા કામ કર્યા કે જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે, જુઓ વીડિયો

અચાનક કુવામાં પડી ગયો દીપડો, બચાવવામાં માટે સ્થાનિક લોકોએ જે કર્યું તે લોકોની કલ્પના બહારનું હતું, જુઓ વીડિયો

Leopard Rescued Viral Video : જંગલી પ્રાણીઓનો ડર દરેક વ્યક્તિને લાગતો હોય છે, ત્યારે જંગલની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પણ જંગલી પ્રાણીઓથી ખુબ જ સાવચેત રહેતા હોય છે, પરંતુ ક્યારેક તે મુસબિતમાં ફસાઈ જાય ત્યારે આ લોકો જ તેને બચાવતા હોય છે. આજ ક્રમમાં એક દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

દીપડાને રેસ્ક્યુ કરવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ ક્લિપ કર્ણાટકની હોવાનું કહેવાય છે, જેમાં રેસ્ક્યુ ટીમ દીપડાને સીડી અને આગની મદદથી કૂવામાંથી બહાર કાઢતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયાની જનતાએ જ્યારે આ દુર્લભ નજારો જોયો તો તેઓ ચોંકી ગયા. જો કે તેની પાછળનું કારણ જાણીને તમે કહેશો કે ક્યારેક આ જુગાડ જીવ બચાવવા માટે પણ કામ આવે છે.

આ વાયરલ વીડિયો 54 સેકન્ડનો છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો દીપડાને કૂવામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કૂવામાં એક સીડી પણ મૂકે છે જેથી દીપડો તેની મદદથી જાતે જ ઉપર ચઢી શકે. પરંતુ આ રીતે પણ દીપડો બહાર ન આવતા તેઓએ લાકડી સળગાવીને કૂવામાં નાખી દીધી હતી. આનાથી દીપડો ડરી જાય છે અને આગથી બચવા માટે તે સીડી ઉપર ચઢીને કૂવામાંથી બહાર આવે છે. પછી જંગલમાં ભાગી જાય છે. આ જોઈને રેસ્ક્યુ ટીમની ખુશીનો કોઈ પાર નથી.

આ વીડિયો ટ્વિટર યુઝર સહના સિંહ (@singhsahana) દ્વારા 22 જૂને પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં કહ્યું “કર્ણાટકમાં ક્યાંક એક દીપડો કૂવામાં પડી ગયો હતો, તેથી તેને બહાર કાઢવા માટે કૂવાની અંદર ‘સીડી’ લગાવવામાં આવી હતી.” ત્યારે આ વીડિયોને હવે લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel