BREAKING: અંબાલાલ પટેલે ફરી કરી સૌથી મોટી આગાહી : આ તારીખે ગુજરાતમાં વરસાદ…

વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે, જયાં પાણીનો અભાવ હોય ત્યાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હવે વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે ત્યારે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે હવે નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

વરસાદને લઇને સારા સમાચાર આવ્યા છે. અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યુ છે કે, 29 ઓગસ્ટથી દેશના મધ્યભામાં ચોમાસુ સક્રિય થઇ શકે છે. બંગાળમાં ઉપસાગરનું વહન સક્રિય થયુ છે જેને કારણે ચોમાસુ સક્રિય થાય તેમ વર્તાઇ રહ્યુ છે.

બંગાળમાં ઉપસાગર વહન પ્રક્રિયા થતા દેશમાં વરસાદની રીએન્ટ્રી 29-30 તારીખથી થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. 29 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સારા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવાયુ છે કે,

કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. તેમજ અમદાવાદમાં 29 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વરસાદ થવાની શક્યતા સાથે 7 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના દેખાઇ રહી છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, પંચમહાલના આજુબાજુના પંથક તેમજ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે આગાહી કરતા એ પણ જણાવ્યુ છે કે, 6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

તેમણે એવું પણ અનુમાન લગાવ્યુ છે કે, ઓગસ્ટ મહિનાના અંત અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે.

Shah Jina