ટ્રોલ કરવા વાળાનું મોઢું તોડી નાખે એવો જવાબ આપ્યો ભાગેડુ લલિત મોદીએ, જુઓ શું શું કહ્યું

મિસ યુનિવર્સ સુસ્મિતા સેન અને આઇપીએલના સ્થાપક લલિત મોદીના પ્રેમ પ્રકરણની ચર્ચાઓ ચારે કોર ચાલી રહી છે. જ્યારથી લલિત મોદીએ સુસ્મિતા સેનને ડેટ કરવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે, ત્યારથી તે ટ્રોલર્સના નિશાન પર આવી ગયા છે અને ટ્રોલર્સ પણ તેમની તસવીરો ઉપર અલગ અલગ મીમ પોસ્ટ કરીને તેમને ટ્રોલ કરી રહ્યા છે, ત્યારે હવે આવા લોકોને લલિત મોદીએ જડબાતોડ જવાબ આપ્યો છે.

આ ક્રમમાં તાજેતરમાં લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટર શેર કર્યું છે. અને ના માત્ર ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો પરંતુ મીડિયા પર પણ નિશાન સાધ્યું. તેના પોસ્ટરમાં લખ્યું છે કે,”જે લોકો આવું નથી કરી શકતા તેમણે આવું કરનારાઓને ડિસ્ટર્બ ન કરવા જોઈએ”. આ સિવાય ગત દિવસોમાં પણ લલિત મોદીએ એક કાર્ટૂન શેર કર્યું છે, જેમાં ચાર અલગ-અલગ સમાચાર બતાવવામાં આવ્યા છે.

આ ચારમાંથી એક સમાચાર લલિત અને સુષ્મિતાના સંબંધો વિશે પણ છે. કાર્ટૂનમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે લોકો દેશની મોટી સમસ્યાઓને નજરઅંદાજ કરે છે, પરંતુ દરેકને તેમના સંબંધોના સમાચારમાં રસ હોય છે. આ પોસ્ટને શેર કરવાની સાથે તેણે તેને એક ફની કેપ્શન પણ આપ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે લલિત મોદીએ ટ્રોલને આ રીતે જવાબ આપ્યો હોય.

સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થયા બાદ હવે લલિત અને સુષ સતત ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. હાલમાં જ ટ્રોલ્સ પર ગુસ્સો કાઢતા લલિતે એક પોસ્ટ દ્વારા તેમની ટીકા કરનારાઓને કડક સૂચના આપી હતી. તેણે પોસ્ટ દ્વારા એક ક્વોટ શેર કર્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે, જેઓ આ કરી શકતા નથી તેઓએ જેઓ આ કરે છે તેમને હેરાન ન કરવા જોઈએ.

આ પહેલા પણ સુષ્મિતા અને લલિતે તેમના સંબંધો બાદ એક લાંબી પોસ્ટ પણ શેર કરી હતી. જો કે, હવે બંનેએ બધાને કહ્યું છે કે તેઓ આ બધાની પરવા નથી કરતા, કારણ કે બંને તેમના જીવનમાં ખૂબ જ ખુશ છે. નોંધનીય છે કે 14 જુલાઈના રોજ લલિત મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા સુષ્મિતા સેન સાથેના સંબંધોની જાહેરાત કરી હતી. તેણે ટ્વીટ કર્યું કે અભિનેત્રી તેની બેટર હાફ છે, જેના પછી લોકો અનુમાન કરવા લાગ્યા કે બંનેએ લગ્ન કરી લીધા છે. જો કે, બાદમાં બીજી પોસ્ટમાં મોદીએ સ્પષ્ટ કર્યું કે બંને હાલમાં એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરશે.

Krishna Patel