માલદીવ્સ કરતા પણ વધારે સુંદર છે લક્ષદ્વીપ, જાણો ફરવા લાયક કઇ જગ્યા છે ?

માલદીવને પાડી દે એવું સુંદર છે લક્ષદ્વીપ, આર્ટિકલમાં વાંચો કેટલા રૂપિયા ખર્ચો થશે ફરવા જશો તો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપના શાંતિપૂર્ણ દ્વીપસમૂહની મુલાકાતે ભારતમાં વિશેષ રસ પેદા કર્યો છે. લક્ષદ્વીપ પ્રવાસને લઈને પ્રવાસન ક્ષેત્રો પણ ખૂબ સક્રિય બન્યા છે. ઘણી ટ્રાવેલ કંપનીઓ અને એરલાઈન્સે પણ ઓફર્સ આપવાનું શરૂ કરી દીધું છે. અહીં વધુ સારી ડેસ્ટિનેશન પ્લાન બનાવી શકાય છે. લક્ષદ્રીપ એક સુંદર આઈલેન્ડ છે, જો તમે પણ લક્ષદ્વીપ જવાનું વિચારી રહ્યા છો, તો તમારે નિયમો, પરમિટ અને કુલ ખર્ચ વિશે વિગતવાર જાણવું જોઈએ. આ ઉપરાંત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પણ ધ્યાનપૂર્વક અવલોકન કરવું જોઈએ. જો તમે લક્ષદ્વીપ જઈ રહ્યા છો અને તમારી પાસે પરમિટ નથી, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

1967માં લક્ષદ્વીપ, મિનિકોય અને અમીનદીવી દ્વીપ સમૂહો માટે કેટલાક નિયમો અને શરતો બનાવવામાં આવી હતી. આ અંતર્ગત જે લોકો આ સ્થળોએ નથી રહેતા તેમણે પ્રવેશ અને રહેવા માટે પરમિટ લેવી પડશે. જો કે, સરકારી અધિકારીઓ, સૈનિકો અને તેમના પરિવારોને ટાપુની મુલાકાત લેવા અથવા કામ કરવા માટે પરમિટની જરૂર નથી. બીજી તરફ, લક્ષદ્વીપ સહિત ભારતમાં પ્રવેશવા માટે વિદેશી પ્રવાસીઓ માટે માન્ય પાસપોર્ટ અને ભારતીય વિઝા હોવો ફરજિયાત છે.

લક્ષદ્વીપ ટ્રાવેલની અધિકૃત વેબસાઈટ અનુસાર, પૂર્વ પરવાનગીનો હેતુ સ્વદેશી અનુસૂચિત જનજાતિને સુરક્ષિત કરવાનો છે, જેઓ પ્રદેશની લગભગ 95 ટકા વસ્તી ધરાવે છે. 1967 ના નિયમો મુજબ, એન્ટ્રી પરમિટ ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે અને તે એડમિનિસ્ટ્રેટરને સબમિટ કરવું જરૂરી છે. ટ્રાવેલ કંપની મેક માય ટ્રિપ અનુસાર, દિલ્હીથી લક્ષદ્વીપ 5 દિવસ અને 4 રાત માટેનો ખર્ચ લગભગ 25 થી 50 હજાર રૂપિયા છે. જો કે તેનું પ્રારંભિક ટૂર પેકેજ 20 હજાર રૂપિયાનું છે. લક્ષદ્વીપ જવા માટે, કોચીના અગત્તી એરપોર્ટ માટે ટિકિટ બુક કરવી પડશે.

લક્ષદ્વીપ જવા માટે કોચી એકમાત્ર એરપોર્ટ છે. અગત્તી ટાપુ પહોંચ્યા પછી બોટ અથવા હેલિકોપ્ટર દ્વારા લક્ષદ્વીપ જઈ શકાય છે.આ દિવસોમાં ભારતમાં લક્ષદ્વીપને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને માલદીવનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ભારતમાં દબાવ બાદ માલદીવે તેના ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને હવે રાષ્ટ્રપતિ પર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત ચાલી રહી છે. બીજી તરફ, સંબંધિત સમાચારોની શ્રેણીમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત પછી, તેમણે પોતે તમામ દેશવાસીઓને લક્ષદ્વીપની મુલાકાત લેવાની સલાહ આપી છે. ત્યારથી, લાખો લોકો સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની સુંદર તસવીરો શેર કરી રહ્યા છે અને તેની સુંદરતા અને સ્વચ્છતાના વખાણ કરી રહ્યા છે.

એવા ઘણા લોકો છે જેઓ લક્ષદ્વીપની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.આખું વર્ષ લક્ષદ્વીપની મુલાકાત લઈ શકાય છે, સામાન્ય રીતે લક્ષદ્વીપનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોય છે, તેથી ઓક્ટોબરથી મે વચ્ચે અહીં મુસાફરી કરી શકાય છે. ઉનાળામાં પણ આ સ્થળનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહે છે. જો તમે શિયાળાની ઋતુમાં અહીં આવો તો શ્રેષ્ઠ રહેશે. દિલ્હીથી લક્ષદ્વીપની ફ્લાઈટનું ભાડું લગભગ 12 હજાર રૂપિયા વન વે છે. જ્યારે મુંબઈ એરપોર્ટ પરથી આ ભાડું 9 હજારથી 11 હજારની વચ્ચે છે.

એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી ઘણી એરલાઈન્સ કંપનીઓ અગત્તી એરપોર્ટ માટે સીધી ફ્લાઈટ્સ પૂરી પાડે છે. માત્ર દિલ્હીથી જ નહીં પરંતુ દેશના કોઈપણ ખૂણેથી લક્ષદ્વીપ જવા માટે કોઈ સીધી ટ્રેન સેવા નથી, આ માટે તમારે કેરળના એર્નાકુલમ દક્ષિણ રેલવે સ્ટેશન પહોંચવું પડશે. ત્યાંથી તમારે દરિયાઈ અને હવાઈ માર્ગે લક્ષદ્વીપ પહોંચવું પડશે. જણાવી દઈએ કે લક્ષદ્વીપ કોઈ વિદેશી પર્યટન સ્થળથી ઓછું નથી અને અહીં શાંતિની સાથે સાથે કુદરતી સૌંદર્ય પણ છે. અહીં સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે અને એડવેન્ચર પ્રેમીઓ માટે ઘણી પ્રવૃત્તિઓ છે. અહીં તમે અગત્તી, કદમત, મિનિકોય આઇલેન્ડ, કલ્પેની આઇલેન્ડ અને કાવારત્તી આઇલેન્ડ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

જો તમે લક્ષદ્વીપની સારી મુલાકાત લેવા માંગતા હો, તો તમારે ઓછામાં ઓછા 4 કે 5 દિવસના પ્રવાસનું આયોજન કરવું જોઈએ.ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે નવી દિલ્હીએ માલેને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. લક્ષદ્વીપને માલદીવનો વિકલ્પ બનાવવા માટે, ભારત કેન્દ્રશાસિત પ્રદેશમાં એક નવું એરપોર્ટ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ નવું એરપોર્ટ લક્ષદ્વીપના મિનિકોય ટાપુ પર બનાવવામાં આવશે. એરપોર્ટની સૌથી મોટી ખાસિયત એ હશે કે અહીંથી માત્ર સિવિલિયન જ નહીં પરંતુ મિલિટ્રી એરક્રાફ્ટ પણ ઓપરેટ કરી શકાશે.

Shah Jina