ટ્રાફિક ભરેલા રસ્તા પર કારની છત પર બેસી અને દારૂ ઢીંચવા લાગ્યો આ યુવક ? કોઈએ વીડિયો બનાવીને કરી દીધો વાયરલ.. જુઓ

ખચાખચ ટ્રાફિકની વચ્ચે કારની છત પર ચઢીને બેસી ગયો આ વ્યક્તિ, બોટલ ખોલી અને ગ્લાસમાં નાખ્યો દારૂ ? વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયામાં ફેસ્મ થવા માટે ઘણા લોકો વિવિધ હથકંડા અપનાવતા હોય છે. તો ઘણી વાર લોકો જાહેરમાં જ કેટલાક એવા કામ કરતા હોય છે અને તેના વીડિયો કોઈ બનાવીને વાયરલ કરી દેતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ એવી હરકત કરે છે કે તેને જોઈને લોકો પણ હેરાન રહી જાય છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો ગુરુગ્રામનો હોવાનું કહેવાય છે, જેમાં એક વ્યક્તિ કારની છત પર બેસીને ખુલ્લેઆમ દારૂ પીતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપશનમાં લખવામાં આવ્યું છે, “આવું ફક્ત ગુડગાઉમાં થઇ શકે છે.” વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રાફિકની વચ્ચે કેટલીક ગાડીઓ ફસાઈ ગઈ છે અને ધીમે ધીમે આગળ વધી રહી છે.

આ બધા વચ્ચે જ એક છોકરો કારની છત પર બેઠો છે અને હેરાનીની વાત તો એ છે કે તે કથિત રીતે દારૂ પણ પી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેની સામે ગ્લાસ પડ્યો છે અને ગ્લાસમાં દારૂ જેવી કોઈ વસ્તુ રાખવામાં આવી છે. તે ગાડી પણ ટ્રાફિકની વચ્ચે ધીમે ધીમે ચાલી રહી છે. તેની આસપાસ પણ ફૂલ ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

વીડિયો જોઈને એમ લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પોલીસને પણ ખુલ્લી ચેલેન્જ આપી રહ્યો છે. તેની આસપાસ તેને જોઈ રહેલા લોકો પણ હેરાન છે. આ દરમિયાન કોઈએ આ યુવકનો વીડિયો બનાવી લીધો અને વાયરલ કરી દીધો. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ હજુ એ વાતની પુષ્ટિ નથી થઇ કે તેના પર પોલીસે શું એક્શન લીધું છે અને ગ્લાસમાં દારૂ હતો કે નહીં. પરંતુ આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel