અમિતાભ બચ્ચને શેર કરી વીતેલા જમાનાની તસવીર, “ડોન” ફિલ્મ જોવા માટે થિયેટરની બહાર લાગી હતી લાંબી લાઈનો, કહ્યું “એ પણ શું દિવસો હતા..” જુઓ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો ચાહક વર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે, આજે સોશિયલ મીડિયામાં પણ તેમને લાખો લોકો ફોલો કરે છે અને તેમની કોઈપણ પોસ્ટને ભરપૂર પ્રેમ આપતા રહે છે. અમિતાભ આજે પણ ટીવી અને મોટા પડદા ઉપર કાર્યરત છે અને આજે પણ તે એટલા જ ઉત્સાહથી અભિનય પણ કરતા જોવા મળે છે.

પરંતુ જયારે સોશિયલ મીડિયાનું ચલણ નહોતું ત્યારે પણ અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા ખુબ જ વિશાળ હતી, જેનું એક તાજુ ઉદાહરણ અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયામાં શેર કર્યું છે. અમિતાભ બચ્ચને વીતેલા જમાનાની એક તસવીર શેર કરી છે, જેને ચાહકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય છે અને તેમના વ્યાવસાયિક અને અંગત જીવન વિશે અપડેટ્સ શેર કરે છે. હવે, તેમણે સોશિયલ મીડિયા પર 1978માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ “ડોન”ની જૂની તસવીર શેર કરી છે. તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે ડોન ફિલ્મની ટિકિટ ખરીદવા માટે માઈલ સુધી લાંબી કતાર લાગી છે.

અમિતાભે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શન આપ્યું, “મારી ફિલ્મ ડોનનું એડવાન્સ બુકિંગ…અને તેમણે કહ્યું…કતાર એક માઈલ લાંબી હતી…1978માં રિલીઝ થઈ…44 વર્ષ ! અને આ પણ તે જ વર્ષે રિલીઝ થઈ.” ડોન, કસમ વાદે, ત્રિશુલ, મુકદ્દર કા સિકંદર, ગંગા કી સૌગંધ… એક વર્ષમાં 5 બ્લોકબસ્ટર! તેમાંથી કેટલીક 50 અઠવાડિયાથી વધુ ચાલી… ઓહ, શું દિવસો હતા એ!”

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

અભિનેતા દ્વારા શેર કરવામાં આવેલી જૂની તસવીરમાં સુપરસ્ટારના સમર્પિત ચાહકો થિયેટરોની સામે લાંબી કતારોમાં ઉભા હતા. લોકોનો અમિતાભ માટે જે પ્રેમ છે તે તસવીર પરથી સ્પષ્ટ દેખાય છે. 44 વર્ષ પહેલાની ‘ડોન’ અમિતાભની સૌથી નોંધપાત્ર ફિલ્મોમાંની એક હતી. થિયેટરમાં પણ આ ફિલ્મને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

Niraj Patel