બનાસકાંઠામાં કોરોના સંક્રમિત દર્દીને હોસ્પિટલની જગ્યાએ ભુવા પાસે લઈને ગયા, પછી ભુવાએ છાતી ઉપર પગ મુક્યો અને…..

આપણા ડેશન ઇન્દર હજુ પણ ઘણા લોકો અંધશ્રદ્ધામાં જીવે છે. આજે પણ કોઈ બીમારી થઇ જાય ત્યારે હોસ્પિટલ જવાના બદલે ઘણા લોકો ભુવા પાસે જતા હોય છે. ત્યારે હાલમાં પ્રસરી રહેલી કોરોના મહામારીમાં પણ લોકો અંધશ્રદ્ધામાં આવી અને ભુવા પાસે જતા જોવા મળે છે.

હાલ એવો જ એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કોરોના સંક્રમિત દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે ઘરે જ તેમના ગુરુએ વિધિ કરતા દર્દીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે.

આ બાબતે મળતી વધુ માહિતી અનુસાર કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે સારવાર માટે તેમના ભાઈ જે ડીસામાં રહે છે તેમના ઘરે આવ્યા હતા.પરંતુ તેમને સારવાર માટે ડીસામાં કોઈ હોસ્પિટલ ના મળી હોવાના કારણે બીજા ભાઈના ઘરે પાલનપુર ગયા હતા.

બરાબર આજ સમયે પાલનપુરમાં રહેતા તેમના ભાઈના ઘરે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરૂ પણ તબિયતના સમાચાર લેવા માટે આવ્યા હતા. આ સમયે ભવનભાઈની સારવાર હોસ્પિટલમાં કરાવવાને બદલે તેમાં ગુરુએ જ જમીન ઉપર સુવડાવીને તેમના પેટ ઉપર એક પગ મૂકીને મંત્રોચ્ચાર શરૂ કર્યા હતા અને ભવનભાઈ થોડા જ સમયમાં સાજા થઇ જશે તેમ પણ ગુરૂ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પરંતુ આ વિધિ કર્યાના થોડા જ સમય બાદ ભવનભાઈની તબિયત વધારે બગડવા લાગી હતી અને અંતે તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના 20 દિવસ પહેલાની છે. પરંતુ આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે. જયારે આ હકીકત સામે આવી ત્યારે ભવનભાઈના પરિવારજનો પણ આવી કોઈ બાબતથી ઇન્કાર કરી રહ્યા છે.

પાલનપૂર પશ્ચિમ પોલીસની નજરમાં આ ઘટના આવતા તેમને તંત્ર મંત્ર કરનાર ભુવા મોહન ભગત ગુરુ અને બીજા ત્રણ લોકોની સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel