મનોરંજન

બ્રેકીંગ ન્યુઝ: ડ્રગના કેસમાં હજુ એકની ધરપકડ થઇ, નામ જાણીને નવાઈ લાગશે

બૉલીવુડ ડ્રગ્સ કેસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણને એનસીબીએ આજે સવારે 10 વાગ્યે બોલાવી હતી. દીપિકા પાદુકોણ 10 વાગ્યે એનસીબી ગેસ્ટહાઉસ પહોંચી ગઈ હતી. તો શ્રદ્ધા કપૂરને એક્સચેન્જ બિલ્ડીંગની ઓફિસમાં સવાલ-જવાબ કરવામાં આવ્યા હતા. 24 કલાક પુછપરછ બાદ ધર્માં પ્રોડક્શનના પૂર્વ અધિકારી ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે.

દીપિકા પાદૂકોણને ચાર રાઉન્ડમાં સવાલ જવાબ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ NCBની પાંચ સભ્યોની ટીમ દીપિકાની પૂછપરછ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે, દીપિકાએ મેનેજર કરિશ્મા પ્રકાશ સાથેની ચેટની વાત કબૂલી છે. જો કે, તેણે ડ્રગ્સ લીધા હોવાનો ઈનકાર કર્યો છે. એનસીબી દ્વારા પૂછવામાં આવેલ સવાલોના જવાબ સંતોષકારક રીતે ન મળતા દીપિકા પાદૂકોણની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

દીપિકા અને શ્રદ્ધાનો મોબાઈલ લઈને સાઈડમાં મુકી દેવામાં આવ્યો છે. દીપિકા અને કરિશ્માની સામ સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી છે. એનસીબીની ટીમે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને ડ્રગ્સ કનેક્શન લઈને પુછપરછ કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે, શ્રદ્ધાએ સુશાંત સાથે પાર્ટીની વાત કબુલી છે.

પરંતુ ડ્રગ્સ લેવાનો ઇન્કાર કર્યો છે. તો બીજી તરફ સારા અલી ખાને કહ્યું હતું કે, તે ડ્રગ્સ નથી લેતી. સારાએ થાઈલેન્ડની વાતને કબૂલી હતી. સારાએ કહ્યું હતું કે, પાર્ટીઝ થતી હોય છે જેમાં ડ્રિંક્સ પીરસવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.