લગ્નના બંધનમાં બંધાઈ ગઈ “યે હે મહોબ્બતેં”ની આ અભિનેત્રી, ગોવાના દરિયા કિનારે પારંપરિક રીતિ રિવાજ અનુસાર કર્યા લગ્ન, જુઓ તસવીરો અને વીડિયો

પારસી નેવી ઓફિસર સાથે લગ્નના તાંતણે બંધાઈ “નાગિન” અને “યે હૈ મહોબ્બતેં”ની આ અભિનેત્રી, લગ્નની તસવીરો જીતી રહી છે ચાહકોના દિલ.. જુઓ

હોળાષ્ટક બાદ હવે દેશભરમાં લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી છે. ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ દરમિયાન વધુ એક સ્ટારે લગ્ન કરી લીધા છે. યે હૈ મોહબ્બતેં ફેમ અભિનેત્રી કૃષ્ણા મુખર્જીએ આખરે ચિરાગ બાટલીવાલા સાથે લગ્ન કરી લીધા છે.

લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો ક્રિષ્ના અને ચિરાગે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. લગ્નમાં કૃષ્ણા મુખર્જીએ લાલ અને સફેદ લહેંગા પહેર્યો હતો, તો ચિરાગ પણ મેચિંગ કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો. લગ્નના વાયરલ થયેલા વીડિયોમાં મંડપનો વીડિયો પણ છે.

વીડિયોમાં પંડિતજી ચિરાગ અને કૃષ્ણા મુખર્જીને લગ્નની પ્રતિજ્ઞા લેવડાવતા જોવા મળે છે. આ દરમિયાન પંડિતજી કંઈક એવું બોલે છે કે ત્યાં હાજર તમામ લોકો બૂમો પાડવાની શરૂ કરવા લાગે છે. ચિરાગ અને ક્રિષ્ના પણ હસવાનું રોકી શકતા નથી. હકીકતમાં પંડિતજીએ ચિરાગને કહ્યું કે તેને કૃષ્ણા વિશે કંઈપણ ગમતું હોય કે ન હોય, તેણે ઈન્સ્ટા-ફેસબુક પર દરરોજ લાઈક અને કોમેન્ટ કરવી પડશે.

કૃષ્ણા અને ચિરાગ ગોવામાં અસ્ત થતા સૂર્ય અને સમુદ્રની સુંદર બેકગ્રાઉન્ડ આગળ પ્રેમ અને એકતાની ગાંઠ બાંધતા જોવા મળ્યા હતા. કૃષ્ણા મુખર્જી પરંપરાગત બંગાળી બ્રાઈડલ લુકમાં ખુબ જ સુંદર દેખાતી હતી.  જણાવી દઇએ કે, ચિરાગ બાટલીવાલા એક પારસી છે, પરંતુ તેણે લગ્ન માટે પરંપરાગત બંગાળી પોશાક પસંદ કર્યો હતો. બંને એકસાથે ટ્વીન થતા જોવા મળ્યા હતા.

આ તસવીરો શેર કરતાં કૃષ્ણા મુખર્જીએ લખ્યું, “અને બંગાળી છોકરીએ જીવનભર પારસી નૌસૈનિક સાથે જોડાણ કર્યું છે. અમે તમારા આશીર્વાદ અને પ્રેમની અપેક્ષા રાખીએ છીએ.” આ ઉપરાંત “યે હે મહોબ્બતેં”માં કૃષ્ણાનો સાથી કલાકાર કરણ પટેલ પણ આ લગ્નમાં પહોંચ્યો હતો. તેને પણ નવદંપતીને આશીર્વાદ આપ્યા અને તેમની સાથે તસવીરો ક્લિક કરાવી.

Niraj Patel