દુઃખદ સમાચાર : રાજકોટ-કાલાવડ રોડ ઉપર થયેલા અકસ્માતમાં બચેલી મેડિકલ વિધાર્થીનીનું પણ સારવાર દરમિયાન મોત

થોડા દિવસ પહેલા જ રાજકોટના કાલાવાડ રોડ પર મેટોડા GIDC નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 4 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને હવે ખબર આવી રહી છે કે સારવાર લઇ રહેલી મેડિકલની વિધાર્થીની કૃપાલી ગજ્જરનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

(મૃતક કૃપાલી)

આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જયારે ગંભીર રીતે ઘાયલ થયેલ બે યુવતીઓને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન જ સિમરન ગિલાણી નામની યુવતીનું હોસ્પિટલમાં 4 ઓગસ્ટના રોજ મોત નીપજ્યું હતું. અને ગમ્ભીર રીતે ઘાયલ કૃપાલી ગજ્જરને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવી હતી. અને બુધવારના રોજ તેની સર્જરી પણ કરવાની હતી.

(મૃતક સિમરન)

ત્યારે ખબર આવી રહી છે કે અમદાવાદમાં સારવાર દરમિયાન કૃપાલીએ પણ દમ તોડી દીધો હતો. આમ માત્ર 6 દિવસના જ ટૂંકા ગાળામાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા 5 છાત્રોએ જીવ ગુમાવી દેતા તેમના પરિવારમાં પણ ઊંડું દુઃખ વ્યાપી ગયું છે. કૃપાલીનો પરિવાર પણ તેના મોતની ખબર સાંભળી અને આઘાતમાં સરી પડ્યો છે.

(મૃતક ફોરમ)

તમને જણાવી દઈએ કે ગત 4થી ઓગસ્ટના રોજ પારુલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખીરસરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગયા હતાં.

(મૃતક નિશાંત દાવડા અને આદર્શ)

ત્યાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ કારચાલક અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર ઠેંકી રોંગ સાઇડમાં કૂદી ગઇ હતી અને રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી ST બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

Niraj Patel