જો તમારા શરીરમાં પણ આ જગ્યા પર છે તલ તો તમને થઇ શકે છે ધનલાભ- જાણો તમારે તો નથી ને…

શરીર પર ઘણા તલ જન્મ સમયથી જ હોય છે અને ઘણા સમય સાથે બહાર આવે છે. તલ નાના કે મોટા થઈ શકે છે અથવા સમય જતાં અદૃશ્ય થઈ શકે છે. આ તલનું મહત્વ અને અર્થ સમુદ્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. શરીર પર તલની સ્થિતિ અનુસાર તે શુભ અને અશુભ ફળ આપે છે. આ તલ દ્વારા, તમે સરળતાથી તમારા જીવન વિશે માહિતી મેળવી શકો છો. તે ભાગ્યમાં પરિવર્તનનો પણ સંકેત આપે છે. તો ચાલો જાણીએ કે આ તલ દ્વારા આપણે આપણા વ્યક્તિત્વ અને નસીબ વિશે કેવી રીતે જાણી શકીએ છીએ.

1.ગળા પર તલ – જો કોઈ વ્યક્તિની ગરદન પર તલ હોય તો તેને આવનારા સમયમાં ક્યારેય પૈસાની કમી થતી નથી, સાથે જ તેનામાં દયા અને ભક્તિની ભાવના પણ જોવા મળે છે. આ સિવાય જે વ્યક્તિના હાથ પર તલ હોય છે, તે ધનવાન હોવાનો પણ સંકેત છે.

2.તર્જની આંગળી પર તલ – જેમના હાથની તર્જની પર તલ હોય છે, તેમની પાસે પૈસાની કમી નથી હોતી. પરંતુ તે હંમેશા પોતાના દુશ્મનોને કારણે પરેશાન રહે છે.

3.અંગૂઠા પર તલ – સમુદ્રશાસ્ત્ર અનુસાર પગના અંગૂઠા પર તલ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે લોકોના અંગૂઠામાં તલ હોય છે, તેમની પાસે ઘણી સંપત્તિ હોય છે. ધનની સાથે-સાથે આવી વ્યક્તિઓને સમાજમાં પ્રતિષ્ઠા અને કીર્તિ પણ મળે છે.

4.હથેળીમાં તલ – સમુદ્રશાસ્ત્ર અનુસાર જેમની હથેળીમાં તલ હોય છે તેમની સંપત્તિમાં સતત વધારો થતો રહે છે. પરંતુ ધ્યાન રાખો કે હથેળી પર જે તલ હોય છે તે પણ મુઠ્ઠીમાં બંધ હોવો જોઈએ. જ્યારે તલ મુઠ્ઠીમાંથી બહાર હોય છે, ત્યારે વ્યક્તિ પાસે સામાન્ય સંપત્તિ હોય છે.

5.મધ્યમ આંગળી પર તલ – સમુદ્રશાસ્ત્ર અનુસાર જે લોકોની વચ્ચેની આંગળીની પાસે તલ હોય છે, તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. જો તલ રિંગ ફિંગર પર હોય, તો તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. આ સાથે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે વ્યક્તિના ખભા પર તલ હોય છે, તેને સમાજમાં ઘણું સન્માન મળે છે. આવા વ્યક્તિ પાસે કામની કોઈ કમી હોતી નથી, આવી વ્યક્તિઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

Shah Jina