દીપક ચહરના લગ્નની જગ્યાએ આ ક્રિકેટરના લગ્નમાં સામેલ થયો કે એલ રાહુલ, જુઓ આવી હતી લગ્નમાં જાહોજલાલી

ભારતના સ્ટાર ક્રિકેટર દીપક ચહરે બુધવારે તેની મંગેતર અને ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં લગભગ ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો જોવા મળ્યા ન હતા, પરંતુ દીપકનો ભાઈ અને ક્રિકેટર રાહુલ ચહર તેની પત્ની ઈશાની સાથે લગ્નમાં હાજર રહ્યો હતો. જો કે નવાઈની વાત ત્યારે થઈ જ્યારે ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન કેએલ રાહુલ દીપકના લગ્નમાં નહિ પરંતુ કોઈ બીજાના લગ્નમાં દેખાયો. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ બુધવારે તેના મિત્ર ડેવિડ કીલન મેથિયાસના લગ્નમાં પહોંચ્યો હતો.

તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. રાહુલે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. રાહુલે ડેવિડ મેથિયાસના લગ્નમાં હાજરી આપી હતી, જે બહરીન માટે રમે છે. ડેવિડ મેથિયાસનો જન્મ 20 માર્ચ 1991ના રોજ કર્ણાટકમાં થયો હતો. હાલમાં તે બહરીન માટે રમી રહ્યો છે. મેથિયાસની પત્નીનું નામ કાલિયાણી દેસાઈ છે. રાહુલે ડેવિડ મેથિયાસ અને કાલિયાણી દેસાઈની હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં રાહુલ બંનેને હલ્દી લગાવતો જોવા મળી રહ્યો છે.

આ તસવીર સાથેના કેપ્શનમાં રાહુલે લખ્યું- ભાઈના લગ્ન.ડેવિડ કર્ણાટક માટે અંડર-15 ક્રિકેટ રમી ચૂક્યો છે. આ સિવાય તે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન-XIનો પણ ભાગ રહી ચુક્યો છે.આઈપીએલની 15મી સિઝનમાં નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સની કપ્તાની સંભાળનાર કેએલ રાહુલે બુધવારે સોશિયલ મીડિયા પર તેના લગ્નની અને હલ્દીની તસવીરો શેર કરી હતી. હલ્દી સેરેમનમાં રાહુલ કુર્તા-પાયજામા પહેરેલો જોવા મળી રહ્યો છે.

તસવીરમાં ડેવિડ અને કલ્યાણી દેસાઈ દેખાઇ રહ્યા છે. રાહુલની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટીએ તસવીરો પર કોમેન્ટ કરી હતી. આથિયાએ એક ઈમોજી શેર કર્યું હતું. 31 વર્ષીય મેથિયસે આ વર્ષે ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે જર્મની સામે બહરીન માટે T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ રમી હતી.ડેવિડ મેથિયસે અત્યાર સુધીમાં 4 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે કુલ 119 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 5 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે 13 વિકેટ લેવા સિવાય 85 રન બનાવ્યા છે.

મેથિયાસે કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં પાંચ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ દરમિયાન તેની અને રાહુલની મિત્રતા વધી હતી. મેથિયસે તેની કારકિર્દીમાં બહેરીન માટે ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે 39.7ની એવરેજથી 119 રન બનાવ્યા છે. બોલિંગની વાત કરીએ તો મેથિયાસે ચાર મેચની ત્રણ ઈનિંગમાં બોલિંગ કરી છે, પરંતુ તેને કોઈ સફળતા મળી નથી. રાહુલ અને ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ 5 જૂને દિલ્હી પહોંચશે.

અહીંથી ટીમ સાઉથ આફ્રિકા સામે આગામી ટી-20 સિરીઝની તૈયારીઓ શરૂ કરશે. રાહુલ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે.આ શ્રેણી માટે નિયમિત કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. ત્યાં ઋષભ પંત ઉપ-કેપ્ટન તરીકે જોવા મળશે. પાંચ મેચની ટી-20 સિરીઝ 9 જૂનથી શરૂ થઈ રહી છે. દીપક ચહર આ સિરીઝમાં રમતો નહિ જોવા મળે. ઈજાના કારણે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે.

Shah Jina