અમેરિકાની ધરતી ઉપરથી સામે આવ્યો કિંજલનો શાનદાર લુક, ઢગલાબંધ તસવીરોએ જીતી લીધા ચાહકોના દિલ

ગુજરાતની કોકીલકંઠી કિંજલ દવે હાલ અમેરિકાના પ્રવાસ ઉપર છે, અમેરિકા પહોંચેલી કિંજલ દવે તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ત્યાંથી તે તેની શાનદાર તસવીરો પણ શેર કરતી રહે છે, ચાહકો પણ કિંજલ દવેની તસવીરોની કાગડોળે રાહ જોઈને  બેઠા હોય છે, ત્યારે હાલ કિંજલ દવેની કેટલીક શાનદાર તસવીરો સામે આવી છે.

કિંજલ દવે તેના ગીતો ઉપરાંત તેના શાનદાર લુકને લઈને પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, તે ગુજરાતની સ્ટાઈલિશ દિવા પણ છે અને તે હંમેશા પોતાના  લુકમાં કંઈક નવીનતા ઉમેરતી પણ જોવા મળે છે. અમેરિકામાંથી પણ સામે આવતી તસ્વીરોમાં તેની આ સ્ટાઇલ તેના કપડામાં સ્પષ્ટ તરી આવે છે.

સામે આવેલી તસ્વીરોમાં કિંજલ દવે ક્રોપ ટોપની અંદર પોતાનો જલવો વિખેરતી જોવા મળી રહી છે, તેની આ તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. કિંજલ દવે ક્રોપ ટોપ પહેરીને આકર્ષક પોઝ પણ આપતી જોવા મળી રહી છે, તેની તસવીરો પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ છે.

કિંજલ દવેની આ તસવીરો ઉપર તેના ચાહકો ઉપરાંત ઘણા સેલેબ્સ પણ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે, કિંજલ દવેની આ તસવીરો ઉપર બૉલીવુડની અભિનેત્રી માનસી પારેખે કોમેન્ટ કરી તેની સુંદરતાના વખાણ કર્યા છે, આ ઉપરાંત ગીતાબેન રબારી અને ઉર્વશી રાદડિયાએ પણ તેની તસવીરો ઉપર કોમેન્ટ કરી છે.

આ ઉપરાંત પણ કિંજલની ઘણી બધી તસવીરો તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી છે. જેમાં તેનો ગોર્જીયસ લુક જોવા મળી રહ્યો છે. કિંજલ દવેએ અમેરિકાના લાસ વેગાસમાંથી તેની ઘણી તસવીરો ક્લિક કરાવી હતી અને તેના હાલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી છે.

આ ઉપરાંત કિંજલ દવેએ ન્યુયોર્ક પહોંચીને પણ કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં તે શૉલ ઓઢીને જોવા મળી રહી છે. આ તસવીરો પોસ્ટ કરવાની સાથે કિંજલ દવેએ કેપશન પણ ખુબ જ સુંદર લખ્યું છે, તેને લખ્યું છે, “હેલો ન્યુ યોર્ક, આજે તમે ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છો !”

આ સિવાય પણ કિંજલ દવેની અન્ય ઘણી તસવીરો સામે આવી છે જેમાં ન્યુ યોર્કના રાત્રીના અજવાળામાં કિંજલ દવેના ચહેરા ઉપર પણ અનેરી ચમક જોવા મળી રહી છે. કિંજલ દવેએ આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે “આ શહેરની લાઈટ જોઈને મારુ હૃદય પણ બળે છે.” કિંજલની આ તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવે ઉપરાંત ગીતાબેન રબારી પણ હાલ અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકામાંથી તે પોતાની શાનદાર તસવીરો શેર કરતા રહે છે. થોડા દિવસ પહેલા જ કિંજલ દવે અને ગીતાબેન રબારીની મુલાકાત પણ લાસ વેગાસમાં થઇ હતી, જ્યાંથી પણ તેમને કેટલીક શાનદાર તસવીરો શેર કરી હતી.

આ તસ્વીરોમાં ગીતાબેન અને કિંજલ બંને એક સાથે અમેરિકાની ધરતી ઉપર જોવા મળી રહ્યા હતા, આ બંનેને એક સાથે જોઈને ચાહકો પણ ખુબ જ ખુશ થયેલા જોવા મળી રહ્યા હતા અને તેમની આ તસવીરો ઉપર ઢગલાબંધ લાઈક અને કોમેન્ટ પણ કરતા જોવા મળ્યા હતા.

Niraj Patel