ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલ અમેરિકાના પ્રવાસ ઉપર છે. અમેરિકાની અંદર તે ઘણા કાર્યક્રમો પણ કરી રહી છે સાથે સાથે તે અમેરિકા પ્રવાસનો આનંદ પણ ભરપૂર માણી રહી છે, જેની ઝાંખી તેના સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવતી તસવીરો અને વીડિયોમાં પણ જોઈ શકાય છે.
કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની શાનદાર તસવીરો પોતાના ચાહકો માટે શેર કરતી રહે છે, ત્યારે હાલ અમેરિકાના પ્રવાસની મજા માણતા માણતા કિંજલ તેની તસવીરો શેર કરતી રહે છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.
કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે અમેરિકાના કોઈ પર્યટન સ્થળ ઉપર જોવા મળી રહી છે. કિંજલ દવે સ્કાઈ બ્રિજ આગળ ઉભા રહીને પોઝ આપ્યા હતા. જેની ઘણી તસવીરો તેને શેર કરી છે. સાથે સાથે એક સરસ મજાનું કેપશન પણ કિંજલ દવેએ આપ્યું હતું.
કિંજલ દવેએ આ તસવીરો શેર કરવાની સાથે લખ્યું હતું કે, “ડરને અનુભવો અને ગમે તે કરો !!”. કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે, ઘણા લોકો કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, આ ઉપરાંત હજારો લોકોએ આ તસવીરોને લાઈક પણ કરી છે.
આ ઉપરાંત કિંજલ દવેએ બાસ્કેટબોલ કોટ ઉપરથી પણ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો મનમોહક અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે, કિંજલ દવેએ આજ સ્થળ ઉપરથી પોતાની ઢગલાબંધ તસવીરો શેર કરી છે.
આ તસવીરો શેર કરવાની સાથે પણ કિંજલ દવેએ ખુબ જ નાની પરંતુ આકર્ષક લાઈન કેપશનમાં લખી છે. તેને લખ્યું છે કે, “ચમક સાથે આગળ વધો !”. કિંજલની આ તસ્વીરોને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, સાથે સાથે તેની સુંદરતાના પણ લોકો વખાણ કરતા થાકતા નથી.
આ ઉપરાંત કિંજલ દવેએ તેની સ્ટોરીમાં પણ ઘણા વીડિયો શેર કર્યા હતા, જેમાં તે અમેરિકાની વિવિધ જગ્યાઓ ઉપર આનંદ માણતી જોવા મળી રહી છે. કિંજલ દવે સાથે અમેરિકાના આ પ્રવાસની અંદર તેના પિતા લલિત દવે પણ તેની સાથે છે. તેમને પણ કિંજલ સાથે બોટ રાઈડનો આનંદ માણ્યો હતો.
કિંજલના ઘણા વીડિયોની અંદર તેના પિતા લલિત દવે પણ જોવા મળી રહ્યા છે. લલિત દવે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તે પણ તેમના આ અમેરિકા પ્રવાસની કહાની તે તસવીરો અને વીડિયો દ્વારા શેર કરતા રહે છે.
કિંજલ દવેએ અમેરિકામાં રોપ-વેની પણ મજા માણી, હતી જેના વીડિયો તેને તેની સ્ટોરીની અંદર શેર કર્યા હતા. આ વીડિયોની અંદર કિંજલ રોપ-વેમાં બેઠેલી જોવા મળી રહી હતી. જેમાં તેને કેમેરા સામે જોઈને હાથ હલાવી પોઝ પણ આપ્યો હતો.
View this post on Instagram
કિંજલ દવે માત્ર અમેરિકાના રમણીય સ્થળો ઉપર જ નહિ પરંતુ ગેમ ઝોનમાં પણ પહોંચી હતી અને ત્યાંથી પણ તેને ઘણા વીડિયો શેર કર્યા હતા. જેમાં તે બોલિંગની રમત રમતી પણ જોવા મળી રહી છે.