આ વ્યક્તિએ જેવો જ બાથરૂમનો દરવાજો ખોલ્યો કે સામે જ જોયો ટોયલેટના પેપરમાં વીંટળાયેલો ભયાનક કિંગ કોબ્રા, જુઓ વીડિયો

દુનિયાનો સૌથી ઝેરી સાપ કિંગ કોબ્રા તમામ સાપમાં સૌથી લાંબો છે. પુખ્ત કિંગ કોબ્રા 10થી 12 ફૂટ લંબાઈ અને 20 પાઉન્ડ સુધીના વજનનો હોઈ શકે છે. જ્યારે કોબ્રા પોતાનો હૂડ ફેલાવીને ઊભો રહે છે, ત્યારે લોકોની હાલત ખરાબ થઈ જાય છે. કિંગ કોબ્રાની લંબાઈ માણસની સરેરાશ લંબાઈ જેટલી હોય છે. કિંગ કોબ્રા સામાન્ય રીતે નાના પ્રાણીઓ અથવા અન્ય સાપ ખાય છે અને જ્યાં સુધી તેઓ ઉશ્કેરાયેલા ન હોય ત્યાં સુધી તેમના માટે મનુષ્યને કરડવું અત્યંત દુર્લભ છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોટો કિંગ કોબ્રા એક વ્યક્તિના ઘરમાં ઘૂસી જાય છે. જો કે, તે એવી જગ્યાએ જઈને છુપાઈ જાય છે, જે શોધવી સરળ નથી. કિંગ કોબ્રા ઘરના બાથરૂમમાં પ્રવેશ્યો, કારણ કે તે જગ્યા થોડી ઠંડી છે. ઘરના કોઈ સભ્યે તેના ઘરમાં બાથરૂમનો દરવાજો ખોલતા જ તેના હોશ ઉડી ગયા હતા.

વીડિયોમાં એક વ્યક્તિ તેના બાથરૂમમાં એક વિશાળ સાપનો વીડિયો રેકોર્ડ કરતો જોઈ શકાય છે, જેની પૂંછડી સીટની આસપાસ લપેટી છે અને તેનું માથું દિવાલ પર છે. ભયાનક દૃશ્યમાં, કિંગ કોબ્રા આસપાસ ફરતો અને છટકી જવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે. તેના શરીર પર એક નાનું ટોઇલેટ પેપર પણ લપેટાયેલું હતું. ખતરનાક સાપ બહાર ન આવે તે માટે માણસ બાથરૂમનો દરવાજો બંધ કરી દે છે ત્યારે વીડિયોનો અંત આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Kingdom of snakes 🐍 (@snake_unity)

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર snake_unity નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને હજારો લોકોએ નિહાળ્યો છે અને અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Niraj Patel