જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરે ચાહકોના દિલમાં મચાવી દીધી ખલબલી, શેર કરી એવી તસવીરો કે થઇ જશો પાગલ

મોટી બહેન જાન્હવી પછી નાની બહેન ખુશીએ કર્યો ધડાકો…રેડ સ્વિમસૂટમાં દેખાડ્યો હોટ અવતાર- જુઓ

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની દીકરી અને બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા જ ધમાલ મચાવી રહી છે. ખુશી કપૂર આ દિવસોમાં બેક ટુ બેક તેની ગ્લેમરસ તસવીરો શેર કરી રહી છે અને સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે.

ખુશી કપૂરે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

ખુશી આ તસવીરોમાં રેડ હલ્ટર નેક સ્વિમશૂટમાં જોવા મળી રહી છે. સ્વિમિંગ શુટ સાથે ખુશીએ નીચે રેડ લેધર પેન્ટ પહેર્યુ છે અને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છેે.

ખુશી ઓલ રેડમાં જોવા મળી રહી છે. તેણે આ આઉટફિટ સાથે રેડ બુટ્સ કેરી કર્યા છે અને રેડ લિપસ્ટિક પણ લગાવેલી છે. આ તસવીરો પર ચાહકો ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે. ખુશીની આ તસવીરો પર કેટલાક સ્ટાર્સ અને તેના મિત્રો તેમજ સ્ટારકિડ પણ કમેન્ટ કરી રહ્યા છે.

ખુશી કપૂર આ તસવીરોમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે, આ તસવીરોમાં તેની અદાઓ પણ જોવા મળી રહી છે. તેણે બોડીફિટ આઉટફિટ કેરી કર્યો છે.

ખુશીની આ તસવીરો પર તેની બહેન અંશુલા કપૂર અને શનાયા કપૂરે પણ કમેન્ટ કરી છે. બંનેએ ફાયરવાળુ ઇમોજી બનાવ્યુ છે. અનુરાગ કશ્યપની દીકરી અને ખુશીની મિત્ર આલિયા કશ્યપે પણ આ તસવીર પર કમેન્ટ કરી છે.

તમને જણાવી દઇએ કે, ખુશી જલ્દી જ બોલિવુડમાં એન્ટ્રી કરવાની છે. તેના પિતા બોની કપૂરે જણાવ્યુ હતુ કે તે ફિલ્મોમાં કામ કરશે. જો કે, હજી તેની કોઇ ફિલ્મની ઘોષણા થઇ નથી. એક્ટિંગ ડેબ્યુની ખબરો બાદથી ખુશી કપૂર ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જે ચાહકોને પણ ઘણી પસંદ આવે છે.

આ પહેલા ખુશીએ તેની વાળી તસવીર શેર કરી હતી. જેમાં તે પર્પલ કલરની પોઝ આપી રહી હતી અને આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ હતુ કે, પુલ ડે. તમને જણાવી દઇએ કે, ખુશી કપૂર બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની દીકરી છે અને તે યુએસમાં અભિનયનો અભ્યાસ કરી રહી છેે.

Shah Jina