ખેડામાં ગરબામાં પથ્થરમારો કરનાર આરોપીઓની પોલીસે જાહેરમાં થાંભલા સાથે બાંધીને ડંડા માર્યા, સારું કર્યું કે ખરાબ

મિત્રો આપણા ગુજરાતમાં પવિત્ર નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે એવામાં ગઈકાલે રાત્રે રાજ્યભરમાં લોકો ગરબે રમી રહ્યાં છે. પણ આ દરમિયાન કેટલીક અનિચ્છનીય ઘટનાઓ પણ સામે આવી છે. કોઈ જગ્યાએ બીજા ધર્મના યુવકો ગરબામાં ઘુસી જતા મામલો ગરમાયો હતો. તો ખેડાના ઉંઢેલા ગામે અસામાજિક તત્વોએ આઠમાં નોરતે ગરબામાં પથ્થરમારો કર્યો હતો.

ગરબા પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ સક્રિય થઈ હતી અને ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા. આ મેટરના પગલે આખા ગામડામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ગામમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે માતર પોલીસ, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ગઈકાલે થયેલી પથ્થરમારામાં 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થઇ ચૂક્યાં છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. Sp, Dysp, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે કેટલાક આરોપીઓની પકડી પાડ્યા છે. અને ગામ લોકોની હાજરીમાં જ તેઓને પરચો આપ્યો છે. જેથી કરીને ગામમાં આ પ્રકારની ઘટના ફરીથી બને નહીં.

ઉંઢેરા ગામમાં ગઈકાલે નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરનાર કેટલાક લોકોને પોલીસે પકડી પાડ્યા હતા અને તેમને ગ્રામજનોની સામે જ સજા આપી હતી. ગામમાં પોલીસે આરોપીઓને ગ્રામજનોની સામે જ એક ઇલેક્ટ્રીક થાંભલા સાથે બાંધીને ડંડા ફટકાર્યા હતા. જોકે આ દરમિયાન ગ્રામજનો પણ ત્યાં હાજર હતા અને તેઓ પોલીસની કામગીરીને વખાણી રહ્યા હતા.

તો બીજી તરફ આરોપીઓ પણ પોલીસ સમક્ષ કબૂલી રહ્યા હતા કે તેઓ હવે આગામી સમયમાં આ પ્રકારની ઘટનાને અંજામ નહીં આપે અને ગ્રામજનો પાસે પણ હાથ જોડીને માફી માંગી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગામમાં ગઈકાલે નવરાત્રી ચાલી રહી હતી તે દરમિયામન આરીફ અને જહીર તેમની આગેવાનીમાં ટોળું લઇને આવ્યા હતા.

આ લોકોએ ગરબામાં અડચણરૂપ બન્યા હતા. પહેલા તો ગામડાના લીડરોએ તેમને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે માન્યા ન હતા. આ લોકો થોડા પાછળ જઇને લોકો સામે પથ્થરમારો કર્યો હતો. ઊંઢેલા ગામમાં બીજા ધર્મના લોકો દ્વારા ગરબા રમતા હિંદુ નાગરિકો પર હુમલો કરવાનો મામલે હવે વહીવટી તંત્ર પણ એકશનમાં આવી ગયું છે.

વહીવટી તંત્ર દ્વારા ખેડાના ગામડામાં ગેરકાયદેસર દબાણોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. તલાટીઓની ટીમો દ્વારા ઊંઢેલા ગામના તળાવ કિનારે અમુક લોકો દ્વારા કરવામાં આવેલા દબાણોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં આ દબાણો પર બુલડોઝર ફરશે તો નવાઈ નહી. ઊંઢેલા ગામમાં ગેરકાયદેસર દબાણો પર હવે વહીવટ તંત્રએ કામગીરી હાથ ધરી છે.

YC