સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું દમદાર નામ જેને કેજીએફ ફિલ્મ દ્વારા આખા દેશમાં એક આગવી ઓળખ બનાવી દીધી, તેના અભિનય અને સ્ટાઇલથી લોકોના દિલ ઉપર રાજ કરવા લાગ્યો એવા યશનો આજે જન્મ દિવસ છે. યશ આજે ફિલ્મોમાં કામ કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે પરંતુ શું તમે જાણો છો કે તેના પિતા આજે પણ એક બસ ડ્રાઈવર તરીકે કામ કરે છે ? આ ઉપરાંત તમે એ પણ નહિ જાણતા હોય કે યશનું સાચું નામ પણ અલગ છે.
યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે, જેનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો. તે સ્ટેજ નેમ યશથી ઓળખાય છે અને તેણે મોટાભાગે કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે. ચાહકો તેને પ્રેમથી ‘રોકિંગ સ્ટાર’ પણ કહે છે.
યશે વર્ષ 2008માં ફિલ્મ “મોગીના મનસુ”થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ‘રાજધાની’, ‘ડ્રામા’, ‘ગુગલી’, ‘રાજા હુલી’, ‘મિસ્ટર એન્ડ મિસિસ રામચારી’, ‘માસ્ટરપીસ’ અને ‘KGF: ચેપ્ટર 1’ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો. યશની આગામી ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’ આ વર્ષે રિલીઝ થશે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
કરોડો કમાતા યશના પિતા અરુણ કુમાર BMTC ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. કહેવાય છે કે યશના પિતાને તેમનું કામ ગમે છે. તેથી જ તે સુપરસ્ટારના પિતા હોવા છતાં પોતાનું કામ પૂરા સમર્પણ સાથે કરે છે. યશની માતા પુષ્પા ગૃહિણી છે. તેની એક બહેન પણ છે, જેનું નામ નંદિની છે.
યશે તેમનું બાળપણ મૈસૂરમાં વિતાવ્યું અને અભ્યાસ પૂરો કર્યા પછી અભિનય શીખવા માટે બિનાકા નાટક મંડળમાં જોડાયા. આ પછી યશે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું, પરંતુ 2008માં તેને પહેલી ફિલ્મ મળી, જેમાં તેની કો-સ્ટાર રાધિકા પંડિત હતી, જે આજે તેની પત્ની અને બે બાળકોની માતા છે.