કેતુ ગોચર 2026: ડિસેમ્બરમાં કેતુનું કર્ક રાશિમાં પરિવર્તન, 18 મહિના સુધી આ 3 રાશિઓ પર રહેશે વિશેષ કૃપા

જ્યોતિષશાસ્ત્રમાં કેતુને એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ‘છાયા ગ્રહ’ ગણવામાં આવે છે. કેતુની ગતિ હંમેશા વક્રી એટલે કે ઊંધી દિશામાં હોય છે. તેથી કેતુનું ગોચર (રાશિ પરિવર્તન) જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ગંભીરતાથી જોવામાં આવે છે. પંચાંગ અને ગ્રહ ગણતરી મુજબ, 5 ડિસેમ્બર 2026ના રોજ કેતુ સિંહ રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને કેતુ કોઈપણ એક રાશિમાં આશરે 18 મહિના (દોઢ વર્ષ) સુધી વિરાજમાન રહે છે. આથી 5 ડિસેમ્બર 2026થી શરૂ થઈને સમગ્ર 2027 દરમિયાન કેતુ કર્ક રાશિમાં જ રહેશે. કેતુના આ દીર્ઘકાલીન ગોચરનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર અલગ-અલગ રૂપે પડશે. જોકે, જ્યોતિષીય વિશ્લેષણ અનુસાર, વૃષભ, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે આગામી 18 મહિના અત્યંત સકારાત્મક અને પ્રગતિદાપક સાબિત થઈ શકે છે.

1. વૃષભ રાશિ: આર્થિક મજબૂતી અને વેપારમાં વૃદ્ધિ
વૃષભ રાશિના જાતકો માટે કેતુનું આ ગોચર નાણાકીય પાસાને મજબૂત કરનારું સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી આવતી આર્થિક ખેંચતાણ કે નાણાકીય અડચણો ધીમે-ધીમે દૂર થશે.આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે, જેનાથી બેંક બેલેન્સમાં વધારો કરવાની ઉત્તમ તકો મળશે.વેપાર ક્ષેત્રે રોકાયેલા જાતકો માટે અટકેલા પ્રોજેક્ટ્સ પુનઃ શરૂ થશે. નવા સાહસ કે કામકાજની શરૂઆત કરવા માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે.


2. કન્યા રાશિ: કરિયરમાં પ્રગતિ અને નવી નોકરીના યોગ

કન્યા રાશિના જાતકો માટે કેતુનું ગોચર કરિયર અને કાર્યક્ષેત્રમાં નવા ઉત્સાહનો સંચાર કરશે. નોકરીયાત વર્ગ માટે આ સમયગાળો પ્રમોશન અને આત્મવિશ્વાસ વધારનારો રહેશે.લાંબા સમયથી પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટની રાહ જોઈ રહેલા લોકોને સકારાત્મક સમાચાર મળી શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા હોવ તો સારી તકો પ્રાપ્ત થઈ શકે છે.કાર્યસ્થળ પર તમારી ક્ષમતા અને મહેનતની પ્રશંસા થશે. નવી જવાબદારીઓ મળવાથી તમારું વ્યાવસાયિક કદ વધશે.


3. કુંભ રાશિ:
નાણાકીય સમસ્યાઓમાંથી રાહત અને લાભ
કુંભ રાશિના જાતકો માટે પણ કેતુનું કર્ક રાશિમાં ગોચર અત્યંત શુભ અને લાભદાયી રહેવાના એંધાણ છે. આ સમયગાળા દરમિયાન આર્થિક અને વ્યાવસાયિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. પૈસા સંબંધિત જૂના વિવાદો અથવા દેવાની સમસ્યાઓમાંથી મુક્તિ મળવાના યોગ બને છે. બચત વધારવા માટે આ સમય અનુકૂળ રહેશે.વેપારીઓ માટે જૂની યોજનાઓમાંથી ઉત્તમ વળતર અને સારો નફો મળવાની સંભાવના છે. નવી આયોજનબદ્ધ યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકી શકાશે.

Disclaimer: (ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

અમેરિકાના મિસિસિપીમાં ભયંકર વિમાન દુર્ઘટના: 322 કિમી/કલાકથી વધુની ઝડપે દરિયામાં ખાબક્યું વિમાન, 2 બાળકો સહિત 6 લોકોના નિધન

error: Protected Content!