35 વર્ષના લાંબા સમય બાદ ઘરે આવી ખુશી, 55 વર્ષની ઉંમરમાં મહિલાએ એક બે નહિ આટલા બાળકોને જન્મ

ખુશખબરી: મેરેજના 35 વર્ષ પછી ભગવાને ભરી દીધી ઝોલી, 55 વર્ષની મહિલાએ જુઓ કેટલા બાળકોને આપ્યો જન્મ

માતા બનવાનો અનુભવને આપણા દેશમાં એક ખાસ ઉંમર સુધી જોવામાં આવે છે. ઉમર વધવાની સાથે જે શારીરિક મુશ્કેલીઓ થતી હોય છે, એ અલગ છે કે સામાજિક રીતે આને સાચી નજરથી જોવામાં નથી આવતું. જોકે હવે તે વિશે બદલાવ આવી રહ્યો છે.

થોડા સમય પહેલા જ કેરળના મુવાટુપુજા ટાઉનમાં 55 વર્ષની મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. મહિલાને લગ્નના 35 વર્ષ થઇ ગયા હતા, તે લાંબા સમયથી બાળકનો પ્લાન કરી રહ્યા હતા પરંતુ માતા બનવાની ખુશી લાંબા સમય પછી મળી અને ત્યારથી તેમને માતા બનવાની ઈચ્છા હતી પરંતુ હવે તે માતા બની છે. 55 વર્ષની સિસી અને 59 વર્ષના તેમના પતિ જોર્જ એંટની ખુબ જ ખુશ છે.

સિસી તે ક્ષણને ઉપરવાળાના આશીર્વાદના સ્વરૂપે સમજે છે. તેમના પ્રમાણે તેમની પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો હતો. ન્યૂ ઇન્ડિયન એસ્ક્પ્રેસના રિપોર્ટમાં આ કપલે કહ્યું હતું કે, ‘અમે એક બાળક માટે ઘણા વર્ષોથી પ્રાર્થના કરી રહ્યા હતા પરંતુ પરંતુ હવે અમારે જુડવા નહિ પરંતુ 3 બાળકો મળ્યા છે.’ સિસીના ત્રણે બાળકો સ્વસ્થ્ય છે. સિસીએ બે છોકરા અને એક છોકરીને જન્મ આપ્યો હતો. ડિલિવરીના થોડાક દિવસ બાદ હોસ્પિટલ માંથી છુટ્ટી પણ મળી ગઈ હતી.

તેમને ભલે સમય લાગ્યો હોય પરંતુ તેમને ઉમ્મીદ છોડી હતી નહિ. પ્રાર્થનાતો ચાલુ હતી પરંતુ અમે વારંવાર ડોક્ટરને પણ મળતા હતા અને જરૂરી ઈલાજ પણ કરાવતા રહ્યા. અમે ટ્રીટમેન્ટ માટે વિદેશ પણ ગયા હતા. બંનેના લગ્ન 1987માં થયા હતા. જોર્જ ગલ્ફમાં કામ કરી ચૂકેલ છે.

સિસીનું કહેવું છે કે લગ્નના બે વર્ષ પછી તેમને બાળક માટે ઘણા બધા ઈલાજ કરાવાના શરુ કરી દીધા હતા. સિસી કહે છે કે અમારો સમાજ એવી રીતનો છે કે કોઈ મહિલા માતા બને નહિ તો અજીબ રીતે દેખવા લાગે છે.

Patel Meet