કેરળના તિરુવનંતપુરમમાં સોમવારે સાંજે મુખ્યમંત્રી પિનરાયી વિજયન એક માર્ગ અકસ્માતમાં માંડ-માંડ બચ્યા. ટુ-વ્હીલર ચાલકને બચાવવા માટે પાયલોટ કારે અચાનક બ્રેક લગાવી, જેના પગલે મુખ્યમંત્રીના કાફલાની અનેક ગાડીઓ એકબીજા સાથે અથડાઈ. અકસ્માતમાં મુખ્યમંત્રીની કારને સામાન્ય નુકસાન થયું હતું.
અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક મહિલા સ્કૂટી ચાલકને અચાનક જમણી બાજુએ વળાંક લેતા જોઈ શકાય છે, જેના કારણે પાછળની એક સફેદ એસયુવી અટકી ગઈ અને ત્યારપછી એક એમ્બ્યુલન્સ સહિત છ એસ્કોર્ટ વાહન એકબીજા સાથે અથડાયા. આ ઘટના તિરુવનંતપુરમના વામનપુરમમાં બની હતી, જ્યારે સીએમ વિજયન અહીંથી લગભગ 150 કિમી દૂર કોટ્ટાયમની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા.
આ અકસ્માતે કાફલામાં ખળભળાટ મચાવી દીધો હતો અને તરત જ સુરક્ષા ટીમના અધિકારીઓએ વાહનોમાંથી નીચે ઉતરીને પરિસ્થિતિનો તાગ મેળવવાનું શરૂ કર્યું હતું.જણાવી દઇએ કે, મુખ્યમંત્રી સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી.
સોમવારે સાંજે વામનપુરમમાં થયેલા અકસ્માતમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની કાર સહિત પાંચ વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. સીએમ કોટ્ટયમથી તિરુવનંતપુરમ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો. pic.twitter.com/whoKbJLWkG
— jaydeep shah (@jaydeepvtv) October 29, 2024