કાળી ચૌદશના દિવસે હનુમાનજીની પૂજા શા માટે કરવામાં આવે છે ? જાણો ધાર્મિક માન્યતા

દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. આગિયારશથી લઈને લાભ પાંચમ સુધી તહેવાર ઉજવવામાં આવે છે. અને ખાસ માતા લક્ષ્મી, ગણેશજી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. જેમાં, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું છે. કાળી ચૌદશની રાત્રે હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. જાણો ધાર્મિક માન્યતાઓ..

દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદશ આવે છે. તેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે રાત્રે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી ખરાબ શક્તિઓથી બચાવવાની સાથે જ વ્યક્તિને શક્તિ, બળ અને સકારાત્મક ઉર્જા મળે છે. કાળી ચૌદશની રાત્રે ઘરની સફાઈ કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને શ્રાદ્ધ પણ આપવામાં આવે છે.

શા માટે કરવામાં આવે હનુમાનજીની પૂજા ?આ તહેવારના પાછળ ઘણી ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. માન્યતા અનુસાર કાળી ચૌદશની રાત્રે પ્રેત આત્માઓ સૌથી વધારે સક્રિય હોય છે એવામાં ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચવા માટે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. હનુમાનજીને સંકોટમોચન કહેવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી બધા પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે.

હનુમાનજીને બળ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિમાં શારીરિક અને માનસિક રીતે મજબૂતી આવે છે. એક પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન રામ પોતાનો ચૌદ વર્ષનો વનવાસ પુરો કર્યા બાદ અયોધ્યા પરત ફર્યા તો ત્યારે તેમણે હનુમાનજીને વરદાન આપ્યું હતું કે તેમના પહેલા હનુમાનજીની પૂજા કરવામાં આવશે. માટે દિવાળીના એક દિવસ પહેલા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle