આ 3 રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન સમય, સૂર્યના મકર રાશિમાં આગમનથી મેષ રાશિ પર સૂર્યનો કેન્દ્રિય પ્રભાવ

Source : 50 વર્ષ બાદ સૂર્ય દેવે બનાવ્યો કેન્દ્રીય પ્રભાવ, આ રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઇમ, કમાશે અઢળક ધન

14 જાન્યુઆરીએ સૂર્ય દેવે મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો અને આ દરમિયાન મંગળ અને ગુરુએ પણ પરસ્પર રાશિ પરિવર્તન કર્યુ. સૂર્યના મંગળ અને ગુરુ બંને મિત્રો છે. ત્યારે સૂર્યના મકર રાશિમાં આગમનને કારણે, મેષ રાશિ પર સૂર્યનો કેન્દ્રિય પ્રભાવ આવ્યો. મકર રાશિમાં શુક્ર, મંગળ અને બુધના સંયોગને કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકશે. તો ચાલો જાણીએ કઇ છે એ રાશિ…

મેષ રાશિ : આ રાશિના જાતકો માટે સૂર્યનો કેન્દ્રિય પ્રભાવ લાભકારક સાબિત થઈ શકે છે, સૂર્ય દેવે કરિયરના ઘર પર રાશિ પરિવર્તન કર્યુ છે અને મેષ રાશિ પર કેન્દ્રિય પ્રભાવ આવ્યો છે. આ ઉપરાંત ગુરુ મેષ રાશિમાં સ્થિત છે અને મેષ રાશિનો સ્વામી ભાગ્ય સ્થાનમાં. ભાગ્ય સ્થાનનો સ્વામી ગુરુ લગ્ન ભાવમાં છે. એટલે મેષ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. આયોજિત યોજનાઓ સફળ થઇ શકશે. માન-સન્માન વધશે અને પ્રતિષ્ઠા મળશે.

કર્ક રાશિ : આ રાશિના જાતકો માટે સૂર્યનો કેન્દ્રિય પ્રભાવ અનુકૂળ સાબિત થઈ શકે છે. કુંડળીના સાતમા ભાવમાં સૂર્ય સ્થિત છે અને તેનો કેન્દ્રિય પ્રભાવ ગુરુ કારકિર્દીના ઘર પર છે. ગુરુ ફાઇનાન્સ ઘરને પાંચમા દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો છે. એટલે આ સમયે સાહસ અને પરાક્રમમાં વધારો થશે, કરિયરમાં પ્રગતિ થશે. તેમજ સારો લાભ મળી શકે છે. મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. આકસ્મિક ધન લાભ થઇ છે પણ વૈવાહિક જીવન માટે થોડો તણાવપૂર્ણ સમય છે.

તુલા રાશિ : આ રાશિના જાતકો માટે સૂર્યદેવનો કેન્દ્રિય પ્રભાવ લાભકારક સાબિત થશે. ગોચર કુંડળીમાં સૂર્ય દેવનો તમારા વૈવાહિક જીવન પર કેન્દ્રિય પ્રભાવ છે. વાહન અથવા પ્રોપર્ટી ખરીદી શકો છો, કાર્યસ્થળ પર પ્રભાવ વધશે. પ્રોપર્ટી દ્વારા લાભ મળવાની શક્યતા છે. આ સાથે કાર્ય-વ્યવસાય સંબંધિત કારણોસર દેશ અને વિદેશની યાત્રા કરી શકો છો.

(નોટ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina