શું તમે પણ તમારા પૂર્વજોનું શ્રાદ્ધ સફળ થાય તેમ ઈચ્છો છો ? તો આ 10 બાબતોનું રાખો ખાસ ધ્યાન !!

આ સમયે તર્પણ કરવાથી પિતૃઓ થાય છે પ્રસન્ન

પૂર્વજોને યાદ કરવાનનું પર્વ ચાલી રહ્યુ છે. ભાદ્રપદ પૂર્ણિમાથી આશ્વિન કૃષ્ણ પક્ષ અમાવસ્યા સુધીના સોળ દિવસોને પિતૃ પક્ષ કહેવામાં આવે છે. 16 દિવસ સુધી આપણે આપણા પૂર્વજોની પૂજા કરીએ છીએ. તેમને શ્રદ્ધા સાથે યાદ કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં આપણા પૂર્વજો ચંદ્ર ગ્રહથી પૃથ્વી પર આવે છે અને તેમના વંશજોના ઘરની છત પર રહે છે. તેથી, પિત્રુ પક્ષમાં, પૂર્વજો માટે ઘરની છત પર ખોરાક રાખવાની પરંપરા છે.

શ્રાદ્ધ ભવ્ય રીતે ન કરવું જોઈએ. શ્રાદ્ધ ખૂબ જ સરળ રીતે કરવું જોઈએ. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી બીજી ઘણી બાબતો છે જે જાણવી જોઈએ. તેને જીવનમાં ધારણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર રાખે છે.

  1. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કામ, ક્રોધ અને લોભથી દૂર રહેવું જોઈએ. આ ત્રણ ચીજોથી હંમેશા શ્રાદ્ધ પક્ષમાં જ કેમ બચવુ જોઈએ? જો આપણે આ ત્રણ બાબતોને આપણા જીવનમાંથી દૂર કરીએ તો જીવન સુખી રહે છે. પિતૃ પણ ખુશ થાય છે.
  2. શ્રાદ્ધમાં બ્રાહ્મણોને, ઘરે આવેલા મહેમાનોને અને ભિક્ષા માગવા આવેલા જરૂરિયાતમંદ લોકો તેમની ઇચ્છા મુજબ ખોરાક આપવો જોઈએ.
  3. શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઘરમાં શાંતિ જાળવવી જોઈએ. ઘરમાં લડાઈનું વાતાવરણ ન હોવું જોઈએ. ઘરની સ્વચ્છતા પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ.
  4. તમારા દરેક સંબંધને માન આપવું જોઈએ. જે લોકો પોતાના સંબંધ છોડીને બીજાને મહત્વ આપે છે, તેઓના ઘરે તેમના પિતૃઓ ભોજન ગ્રહણ કરતા નથી. તેથી, તમારા પ્રિયજનોની સાથે સાથે અજાણ્યાઓને પણ આદર આપો.
  5. પિતૃ શાંતિ માટે તર્પણ માટેનો શ્રેષ્ઠ સમય સવારે 8 થી 11 નો ગણવામાં આવે છે. આ સમય દરમિયાન કરવામાં આવેલ તર્પણથી પિતૃ દોષથી મુક્તિ આપે છે.
  6. તર્પણ પછી, બાકીના શ્રાદ્ધ વિધિઓ માટેનો સૌથી શુભ અને ફળદાયી સમય કુતપકાલ હોય છે. આ સમય દરેક તારીખે સવારે 11.36 થી 12.24 સુધીનો છે.
  7. પશ્ચિમ દિશામાં પૂર્વજોને ભોગ લગાવો. કહેવાય છે કે આ સમયે તેનો ચહેરો પશ્ચિમ તરફ હોય છે. આ સાથે, તેનાથી તેઓ મુશ્કેલી વિના ગ્રહણ કરે છે.
  8. હવન કર્યા બાદ પૂર્વજોને પિંડ દાન આપવામાં આવે છે. અગ્નિદેવને શ્રાદ્ધમાં હાજર જોઈને રાક્ષસો ત્યાંથી ભાગી જાય છે.
  9. સૌથી પહેલા પિતા, તેના પછી દાદાને અને પછી પરદાદાને પિંડ આપવો જોઈએ. આ જ શ્રાદ્ધની વિધિ છે.
  10. પિંડદાન કરતી વખતે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ અને સોમાય પિત્રુમતે સ્વાહાનો જાપ કરવો જોઈએ.
Patel Meet