જન્મદિવસ પર રોમેન્ટિક થયો વિક્કી કૌશલ, પત્ની કેટરીનાને બાહોમાં ભરી કિસ કરતો નજર આવ્યો – જુઓ રોમેન્ટિક તસવીરો

કેટરીના કૈફે પતિને બર્થ ડે પર ખુશીથી ઝૂમી ઉઠી….વિક્કી કૌશલે પત્નીને લીધી બાહોમાં લીધી  અને કિસ કરવા લાગ્યો

કેટરિના કૈફ અને વિક્કી કૌશલની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી છે. જ્યારે પણ બંને એકસાથે જોવા મળે છે ત્યારે ચાહકોના ચહેરા ખીલી ઉઠે છે. વિક્કી અને કેટરીના છેલ્લા એક અઠવાડિયાથી ન્યૂયોર્કમાં વેકેશન માણી રહ્યા છે. આ દરમિયાન વિક્કીએ લગ્ન પછીનો પહેલો જન્મદિવસ પત્ની કેટરિના સાથે ન્યૂયોર્કમાં સેલિબ્રેટ કર્યો છે. કેટરિના કૈફે પતિ વિક્કી કૌશલના જન્મદિવસ પર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં આ કપલનો રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે વિક્કી તેની પત્ની કેટરિનાને પાછળથી ગળે લગાવતો જોવા મળી રહ્યો છે.

બીજા ફોટોમાં તે કેટરીનાને કિસ કરતો જોવા મળી રહ્યો છે. ચાહકોને કપલની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર પતિ વિક્કી કૌશલ સાથેની આ તસવીરો શેર કરતા કેટરિના કૈફે લખ્યું, ‘ન્યૂયોર્ક વાલા બર્થ ડે. માય લવ, સીધા શબ્દોમાં કહુ તો યુ મેક એવરીથીંગ બેટર એટલે કે તમે બધુ જ સારુ કરો છો. અભિનેત્રીની આ પોસ્ટ પર વિક્કી કૌશલે પ્રતિક્રિયા આપી છે. કેટરીના કૈફની પોસ્ટ પર પતિ વિક્કી કૌશલે પ્રતિક્રિયા આપતા લખ્યું- શાદીસુદા વાલા બર્થ ડે, આ સાથે તેણે ત્રણ રેડ હાર્ટ ઇમોજી પણ શેર કર્યા.

વિક્કી અને કેટરીનાના આ ફોટા પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે ઘણા સેલેબ્સે પણ કમેન્ટ કરી છે. કેટલાક વિક્કીને તેના જન્મદિવસ પર અભિનંદન આપી રહ્યા છે તો કેટલાકે કપલના બોન્ડિંગના વખાણ કર્યા છે.એકે લખ્યું- હેપ્પી બર્થડે ભાઈ. બીજાએ લખ્યું – તમે તેને કેટલા પ્રેમથી જુઓ છો. એકે કેટરિના માટે લખ્યું – તમે એક અસાધારણ, ખૂબ જ સુંદર છો, તમે મોહક અને આનંદી સ્ત્રી છો. હું તમારો મોટો ચાહક છું. અન્ય એકે લખ્યું- અમને વિકેટની સર્વોપરિતામાં વિશ્વાસ છે.

આ સિવાય ઘણાએ હાર્ટ અને અન્ય ઇમોજી શેર કર્યા છે. આ ઉપરાંત વિક્કી કૌશલના પિતા શામ કૌશલે પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને બે તસવીરોથી બનેલો કોલાજ શેર કર્યો હતો. આ તસવીરમાં વિક્કીના બાળપણની તસવીર હતી અને બીજી એક પણ તસવીર હતી. શામ કૌશલ પુત્ર વિક્કીને ખોળામાં બેસાડેલા જોઇ શકાય છે, ત્યાં બીજી તાજેતરની તસવીર છે, જેમાં વિક્કી પપ્પાને ગળે લગાવતો જોવા મળે છે.

આ તસવીર શેર કરતા શામ કૌશલે લખ્યું, “હેપ્પી બર્થડે દીકરા. હંમેશા પ્રેમ અને આશીર્વાદ. તમારા જેવો પુત્ર મળ્યો તે માટે હું ગર્વ અને ધન્ય અનુભવું છું. રબ રખા.” આ સાથે તેમણે પોતાના કેપ્શનમાં ઘણા આશીર્વાદ અને સ્માઈલી ઈમોજી સામેલ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે વિક્કી કૌશલ અને કેટરિનાએ એકબીજા સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં કપલ ન્યૂયોર્કમાં સ્ટ્રીટ ક્રોસ કરતા જોવા મળ્યું હતું. તો અન્ય તસવીરમાં રેસ્ટોરન્ટમાં જોવા મળ્યુ હતુ. આ દરમિયાન વિક્કી અને કેટરિના પ્રિયંકા ચોપરાની રેસ્ટોરન્ટ ‘સોના’ પણ પહોંચ્યા, જ્યાં કપલે થોડો સમય વિતાવ્યો.

આ દિવસોમાં કપલ પોતાના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. મુંબઈથી પરત ફર્યા બાદ વિક્કી કૌશલ ‘ગોવિંદા નામ મેરા’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં વિક્કી ઉપરાંત ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી જેવા સ્ટાર્સ જોવા મળશે. ત્યાં કેટરિના કૈફ ફિલ્મ ‘ટાઈગર 3’ માટે ચર્ચામાં છે, જેમાં તે સલમાન ખાન સાથે કામ કરી રહી છે. આ સિવાય તેની પાસે ‘ફોન ભૂત’ અને ‘જી લે જરા’ જેવી ફિલ્મો છે. તમને જણાવી દઈએ કે કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન ડિસેમ્બર 2021માં થયા હતા. તેમણે પોતાના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Lokmat (@milokmat)

રાજસ્થાનમાં યોજાયેલા આ લગ્નમાં બોલિવૂડમાંથી બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. લગ્ન બાદ કપલે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો પણ શેર કરી હતી, જે ખૂબ જ વાયરલ થઈ હતી. જણાવી દઈએ કે લગ્ન પહેલા બંનેએ એકબીજાને 3-4 વર્ષ સુધી ડેટ કર્યા હતા. જો કે, તેમના ડેટિંગની જાણ તેમણે કોઇને થવા પણ દીધી ન હતી.

Shah Jina