મનોરંજન

કરવાચોથ ઉપર બોલીવુડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાએ પત્નીને આપી શાનદાર BMW કાર,પત્નીએ સરપ્રાઈઝ જોઈને ખુશીથી..

રવિવારના રોજ દેશભરમાં કરવાચોથનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. બોલીવુડના સેલેબ્રિટીઓએ પણ આ તહેવારનો આનંદ ખુબ જ ખાસ રીતે માન્યો અને પોતાના પાર્ટનર સાથે ચાંદને જોતા જોતા ઘણી તસવીરો પણ શેર કરી. તો ઘણા લોકો વ્રત ખોલવા સમયની પણ તસવીરો પોતાના ચાહકો સાથે શેર કરી હતી.

ત્યારે આ બધા વચ્ચે જ બૉલીવુડના હીરો નંબર વન એવા ગોવિંદાએ પણ કરવાચોથની ઉજવણી ખુબ જ ખાસ રીતે મનાવી. ગોવિંદાએ આ અવસર પર પોતાની પત્ની સુનિતા આહુજાને એક લકઝરી કાર ભેટમાં આપી. જેની તસવીરો પણ ગોવિંદાએ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે અને તે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

ગોવિદાએ કરવાચોથના સ્પેશિયલ દિવસે તેની પત્નીને એક ચમચમાતી BMW કાર ભેટમાં આપી અને આ તહેવારને યાદગાર બનાવ્યો હતો. ગોવિદાએ પોતાની પત્ની સાથે તેના ઇન્સ્ટા હેન્ડલ ઉપર બે તસવીરો શેર કરી છે. જેમાં એક તસ્વીરમાં તે છત ઉપર ફોટો માટે પત્ની સાથે પોઝ આપી રહ્યા છે, જેમાં બંનેના ચહેરા ઉપર ખુબ જ ખુશી પણ જોવા મળી રહી છે.

તો બીજી તસવીરની અંદર ગોવિદા તેની પત્નીને BMW કારની ચાવી આપતો હોવા મળી રહ્યો છે. આ સમયે પણ બંનેના ચહેરા ઉપર દેખાઈ આવતી સ્માઈલ સ્ટાર કપલની ખુશીને ખુબ જ સારી રીતે અભિવ્યક્ત કરી રહી છે. આ તસવીરો શેર કરવાની સાથે ગોવિંદાએ ખુબ જ સરસ કેપશન પણ આપ્યું છે.

ગોવિદાએ લખ્યું છે કે, “મારી સાથી સારી મિત્ર, મારા જીવનનો પ્રેમ, મારા બે ખુબ જ સુંદર બાળકોની માતા, કરવાચોથની શુભકામનાઓ ! આઈ લવ યુ. તારા માટે મારા પ્રેમનો અંદાજો નથી લગાવી શકાતો. પરંતુ આજ માટે આ નાનકડી ભેટથી માપી લેજે. તું આ દુનિયામાં હજુ પણ બીજી ઘણી ખુશીઓની હકદાર છે. લવ યુ માય સોના !”

કરવાચોથની આ તસ્વીરોમાં સુનિતા લાલ રંગની સાડીમાં નજર આવી રહી છે. તેને ગળામાં ભારે નેકલેસ પહેર્યો છે અને મંગળસૂત્ર પણ પહેરી રાખ્યું છે. સેંથામાં ગોવિદાના નામનું સિંદૂર અને માથા ઉપર મોટો લાલ રંગના ચાંદલામાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તો ગોવિદાની વાત કરીએ તો તે લાલ રંગના કુર્તા સાથે બ્લેક રંગના નહેરુ જેકેટ પહેરીને ટ્રેડિશનલ લુકમાં નજર આવી રહ્યો છે.