“પૂર્વ CM આનંદીબેન પટેલને હટાવવા…” નિરમાના ચેરમેન કરસન પટેલે વખોડ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યા…

કરસન પટેલે આખરે પાટીદાર આંદોલન પર તોડ્યું મૌન, કહ્યુ- કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા…

નિરમાના ચેરમેન કરસન પટેલનું પાટીદાર આંદોલન પર વિવાદીત નિવેદન, કહ્યુ- પૂર્વ CM આનંદીબેન પટેલને હટાવવાનું ષડયંત્ર…

ગુજરાતમાં આશરે 9-10 વર્ષ પહેલા થયેલ પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. આંદોલન સમયે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત વર્ષને 10 ટકા અનામત આપ્યું હતું. જો કે આ આંદોલનના ઘણા વર્ષો બાદ નિરમાના ચેરમેન કરસનભાઇ પટેલે વિવાદિત નિવેદન આપ્યુ છે.

હાલમાં જ પાટણમાં યોજાયેલ 42 લેઉવા પાટીદાર સમાજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં કરસન પટેલ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે પાટીદાર આંદોલન અંગે કહ્યું કે આંદોલન કર્યું તેમાં પાટીદારોને શું મળ્યું, જેમણે આંદોલન કર્યા તેમને તેમનો રાજકીય રોટલો મળી ગયો…વધુમાં કરસન પટેલે કહ્યુ- આંદોલનના કારણે લેઉવા પાટીદારની દીકરીને CM પદ છોડવું પડ્યું, શહીદ થયેલા પરીવારોને હજુ સુધી ન્યાય નથી મળ્યો.

કરસન પટેલે કહ્યું- પાટીદાર આંદોલન પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટાવવાનું ષડયંત્ર હતું.પાટીદાર આંદોલન અનામતનું હતું કે કોઈના કારનામાનું હતું ? જો કે કરસનભાઇ પટેલના નિવેદન બાદ દિનેશ બાંભણીયાનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે પાટીદાર આંદોલનને કારણે જ બિન અનામતવર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થયો.

આનંદીબેન વાળા નિવેદન પર તેમણે કહ્યુ- તેમનો ભોગ પાટીદાર આંદોલને નહીં પરંતુ ભાજપના જુુથવાદે લીધો. તેમણે માંગ કરી કે નિરમાની કોલેજોમાં પાટીદાર યુવાનો માટે 10% બેઠક અનામત રાખો

Shah Jina