540 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી 18 વર્ષિય યુવતીનું કરુણ મોત, શ્વાસ બચાવો મિશન રહ્યું નિષ્ફળ

ભુજનાં કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી 18 વર્ષિય ઈન્દિરા મીણા આખરે જીંદગીનો જંગ હારી ગઈ છે. હાલ NDRFની ટીમ દ્વારા યુવતીના મૃતદેહને બોરવેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દીકરીનું મૃત્યું થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. NDRF ની ટીમે રોબોટીક ટેકનોલોજીની મદદથી મૃતદેહ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. મૃતદેહ બોરવેલમાં ફૂલી ગયો હોવાથી બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.

યુવતીને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન કરાયું

યુવતી બોરવેલમાં ફસાઈને 26 કલાક થયા છતાં બહાર કાઢી શકાઈ નથી. તંત્ર દ્વારા તેને બહાર કાઢવાની કવાયત શરૂ કરવામાં આવી છે. 18 વર્ષની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાંથી બહાર કાઢવાના રેસ્ક્યૂ ઓપરેશનમાં NDRF, BSF, ભુજથી આર્મી અને ફાયર સેફટી વિભાગની ટીમો જોડાઈ છે. ઘટનાને 26 કલાક થયા છતાં દીકરીને બહાર કાઢવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

રાતના સમયે બોરવેલમાં ખાબકી યુવતી

મળતી માહિતી મુજબ, યુવતી રાતના સમયે બોરવેલમાં ખાબકી હોવાનું સામે આવ્યું હતું. જેમાં, સૌપ્રથમ દીકરીના પિતરાઈ ભાઈને બોરવેલમાં પડી હોવાની જાણ થઈ હતી. બોરવેલમાંથી અવાજ આવતા દીકરીના ભાઈએ આગળ જાણ કરી હતી. દીકરીની સગાઈ 6 મહિના પહેલા જ થઈ હતી. બોરવેલમાં ફસાયેલી યુવતીના ભાઈ લાલસિંહ મીણાએ જણાવ્યું કે, આ ઘટના વહેલી સવારે 5:30 વાગે બની હતી, મારી બેન બોરવેલમાં પડતા બચાવો, બચાવોની બૂમો પાડી હતી. આ પછી અમે અમારા વાડી માલિકને આ મામલે તુરંત જાણ કરી હતી. તો કચ્છ કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના અંગે કલેક્ટર અમિત અરોરાએ રેસ્ક્યૂ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

Twinkle