ગુજરાત સમેત દેશભરમાંથી અનેક અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે કેટલાક ખૌફનાક અકસ્માતમાં કોઇના બચવાની શક્યતા રહેતી હોતી નથી. ત્યારે હાલમાં એક અકસ્માતની ખબર સામે આવી છે, જેમાં બુધવારે મોડી રાત્રે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગથી એક ટવેરા ગાડી 500 ફૂટ ઊંડી ખાઇમાં પડી. ઘટનાની જાણ થતા જ પોલિસ, સેના અને સ્થાનિક લોકો પહોંચ્યા હતા.
વાહન કારગિલથી શ્રીનગર જઇ રહ્યુ હતુ. અકસ્માતનો શિકાર થયેલા લોકોની પોલિસ શોધ કરી રહી છે. જોજિલા ખાઇમાં 7-8 લોકોના મોતની આશંકા છે. હાલ તો ઘટનાસ્થળ પર પોલિસ, સેના અને સ્થાનિક લોકો દ્વારા રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં સુરતના 36 વર્ષિય અંકિત દીલિપકુમારનું પણ મોત નિપજ્યુ હતુ. મૃતકોમાં ત્રણ ઝારખંડ, એક સુરત અને એક પંજાબ તથા બીજા જમ્મુ અને કશ્મીરના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.
આ અકસ્માતમાં કેટલાક રીપોર્ટ્સ અનુસાર 9ના મોત થયા છે અને સોનમર્ગ પોલિસ, બીકન અને ટ્રાફિક પોલિસ દ્વારા રેસ્કયુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. જણાવી દઇએ કે, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મૃતકના નિવાસસ્થાને પહોંચી પરિવારજનને સાંત્વના પાઠવશે.ઉલ્લેખનીય છે કે, શ્રીનગર લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર અકસ્માત અવાર નવાર થતા રહે છે. તેમાં અસાવધાનીવશ ડ્રાઇવિંગ અને ચાલકની લાપરવાહીને કારણે વાહન ખાઇમાં પડે છે અને યાત્રિકોની મોત થઇ જાય છે. છેલ્લા દિવસોમાં પણ એક વાહનના ખાઇમાં પડવાને કારણે એક ટેંકર ચાલકની મોત થઇ ગઇ હતી.

આ તેલ ટેન્કર શ્રીનગર લેહ રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા દર્રેથી ગુજરી રહ્યુ હતુ.આ દરમિયાન જોજિલા પાસે અચાનક ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યુ અને વાહન રસ્તા પરથી ઊંડી ખાઇમાં પડ્યુ. સાનમર્ગ પોલિસ અને સ્થાનિક લોકો દ્વારા ચાલને ખાઇતી બહાર નીકાળી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, જ્યં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ બાદ પોલિસે આ સંબંધમાં મામલો દર્જ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.