‘હોર દસ કિન્ની આ તારીફાં ચંદિયા તેનૂ…’ ભાઇ-ભાભી સાથે કરીના કપૂરે કર્યો જબરદસ્ત ડાંસ- વાયરલ થયો મહેંદી ફંક્શનનો વીડિયો

આદર-અલેખાની મહેંદી સેરેમની પર કરીના કપૂરે કર્યો જોરદાર ડાંસ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મશહૂર કપૂર પરિવારમાં આ દિવસોમાં લગ્ન છે. આવી સ્થિતિમાં પરિવારમાં ઉજવણીનો માહોલ છે. રણબીર કપૂર અને કરીના-કરિશ્માના ફોઇના દીકરા આદર જૈનના પ્રી વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. આદર જૈન તેની લેડી લવ અલેખા અડવાણી સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. ત્યારે હાલમાં જ બુધવારે કપલની મહેંદી સેરેમની યોજાઇ હતી, આ દરમિયાન કરીના કપૂરનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કરીના ‘હોર દસ કિન્ની આ તારીફાં ચંદિયા તેનૂ…’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. કરીના કપૂરે આદર જૈન અને અલેખા અડવાણી સાથે ડાંસ કરતી જોવા મળી રહી છે. ત્રણેય કરીના કપૂરના ગીત ‘તારીફાં’ પર જોરદાર ડાન્સ કરે છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ આદર જૈને મંગેતર અલેખા અડવાણી સાથે ક્રિશ્ચિયન રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

હવે બંને હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરવા જઈ રહ્યા છે. ગઈકાલે બંનેની મહેંદી સેરેમની યોજાઇ હતી. મહેંદી કાર્યક્રમમાં આખો કપૂર પરિવાર અને અન્ય લોકોએ હાજરી આપી હતી. અહીં કરીના કપૂરે પોતાના ડાન્સથી લોકોને ચોંકાવી દીધા હતા. આદર જૈનની વાત કરીએ તો, તે રીમા જૈન અને મનોજ જૈનનો પુત્ર તેમજ રાજ કપૂરનો નાતી છે. આદર-અલેખા સાથે લગ્ન કરી રહ્યો છે. તેણે હાલમાં જ અલેખાને પ્રપોઝ કર્યું હતું. તેઓ ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. ગયા વર્ષે સૈફ અલી ખાનની દિવાળી પાર્ટીમાં તેઓએ તેમના સંબંધોને જાહેર કર્યા હતા.

અલેખા સાથે રિલેશન પહેલા આદર બોલિવુડ એક્ટ્રેસ તારા સુતરિયા સાથે રિલેશનમાં હતો. તેમનો સંબંધ ત્રણ-ચાર વર્ષ સુધી ચાલ્યો. અલેખા તારા સુતારિયાની મિત્ર હતી. અલેખા અડવાણી એક બિઝનેસ વુમન છે. સૌથી પહેલા તેણે MNC કંપનીમાંથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે મુંબઈ પરત ફર્યો. 2020માં અલેખાએ આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે ‘They Well’ નામની સંસ્થાની સ્થાપના કરી.

Shah Jina