કરીના કપૂરને સૈફની પહેલી મુલાકાતમાં જ આવ્યો હતો રોમાન્ટિક સીન કરવાનો વિચાર, પછી

2 બાળકના બાપને જોઈને કરીના કપૂરને મનમાં આવા આવા વિચારો આવતા, ફેન્સ બોલ્યા શરમ કરો…

બોલીવુડની બેબો કરીના કપૂર હાલતો પોતાની પ્રેગ્નેન્સીના દિવસોની મઝા માણી રહી છે. તેને સાતમો મહિનો જઈ રહ્યો છે અને તે છતાં પણ તે પોતાના કામ ઉપર સતત સ્પોટ થતી જોવા પણ મળે છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થાય છે.

કરીના અને સૈફ બોલીવુડનું સૌથી ચર્ચિત કપલ છે. હાલમાં જ કરીનાએ સૈફ સાથેની પોતાની પહેલી મુલાકાત વિશેના કેટલાક ખુલાસા કર્યા હતા. કરીનાએ જણાવ્યું હતું કે સૈફ સાથેની પહેલી મુલાકાતમાં જ તેને એવું લાગ્યું કે જાણે કોઈ હિન્દી ફિલ્મનો રોમેન્ટિક સીન ચાલી રહ્યો હોય. કરીનાએ કહ્યું તેને એમ લાગી રહ્યું હતું કે તે “મેં હું ના” ફિલ્મની સુસ્મિતા સેન હોય, જે સાડી ઉડાવી રહી છે. સૈફ અને કરીના “ટશન” ફિલ્મના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા અને બંનેએ 2012માં લગ્ન કરી લીધા.

લગ્ન બાદ કરીના અને સૈફને એક દીકરો તૈમુર પણ છે. અને 2021માં કરીના પોતાના બીજા બાળકને પણ જન્મ આપવાની છે. સૈફ અલી ખાનને પહેલી પત્ની અમૃતા સિંહથી પણ 2 બાળકો હતા, અને હવે સૈફ ચોથીવાર પિતા બનવા જઈ રહ્યો છે.

એક ટોક શો દરમિયાન કરીનાએ એ પણ જણાવ્યું હતું કે તૈમૂરના નામને લઈને ઘણો જ વિવાદ થયો હતો. એટલા માટે થઈને આ વખતે અમે આવનારા બાળકનું કોઈ નામ નથી વિચાર્યું. અમે બાળકના નામને લઈને અંતમાં જ સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું છે.

Niraj Patel