બીજી ડિલિવરી બાદ કરીનાનો હોટ લુક થયો વાયરલ, મિત્રો સાથે પહોંચી મનીષ મલ્હોત્રાના ઘરે, જુઓ PHOTOS

સેફના ચોથા બાળકને જન્મ આપ્યા પછી કરીના કપૂરનું ફિગર કેવું થઇ ગયું? ઉફ્ફ્ફ જુઓ 7 PHOTOS

બી-ટાઉન અભિનેત્રી કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, મલાઇકા અરોરા, અમૃતા અરોરાની મિત્રતા તો જગ જાહેર છે. અવાર નવાર આ હસીનાઓને ડિનર ડેટ કે લંચ ડેટ પર સ્પોટ કરવામાં આવે છે. આ વચ્ચે કરીનાને મલાઇકા અને અમૃતા અરોરા સાથે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર સ્પોટ કરવામા આવી હતી.

આ દરમિયાન તેમની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં કરીના કપૂરનો હોટ લુક જોવા મળી રહ્યો છે. કરીના કપૂરના લુકની ચર્ચા આ દરમિયાન ખૂબ જ થઇ રહી હતી.

કરીના તેના બીજા દીકરાના જન્મ બાદ પહેલીવાર આ અંદાજમાં જોવા મળી હતી. બેબોએ આ દરમિયાન બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી.

કરીના બ્લેક બોડી હગિંગ ડ્રેસમાં કહેર વરસાવી રહી હતી. આ સાથે તેણે હિલ્સ કેરી કરી હતી અને મિનિમલ મેકઅપ કર્યો હતો.

મલાઇકા અરોરા આ દરમિયાન કેઝયુઅલમાં જોવા મળી હતી. તેણે રેડ કલરનો નાઇટશુટ પહેર્યો હતો અને આ સાથે તેણે વ્હાઇટ સ્નીકર્સ કેરી કર્યા હતા. તેની પાસે બ્લેક કલરનું પર્સ પણ હતું.

અમૃતાના લુકની વાત કરીએ તો, તે બ્લેક ટી શર્ટ અને ડેનિમમાં જોવા મળી હતી. આ દરમિયાન ત્રણેય હસીનાઓએ કોરોનાને ધ્યાનમાં રાખી માસ્ક કેરી કર્યુ હતુ. કરીનાનો સોશિયલ મીડિયા પર હોટ લુક ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, કરીનાની ગર્લ ગેંગ મનીષ મલ્હોત્રાના સારા મિત્ર છે. એવામાં તેઓ ઘણીવાર સાથે પાર્ટી કરે છે.

કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. તેમજ તે હંસલ મહેતાની એક ફિલ્મમાં જોવા મળશે. મલાઇકાની વાત કરીએ તો તે હાલ તો અર્જુન કપૂર સાથે રિલેશનને લઇને ચર્ચામાં છે અને અમૃતાએ તો ઘણા સમયથી ફિલ્મોથી દૂરી બનાવેલી છે.

 

Shah Jina