બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે તેની ચર્ચાનું કારણ તેનો લુક કે તેની કોઇ ગ્લેમરસ તસવીરો નહિ પરંતુ એક ફ્રોડ કેસ છે. કરીના કપૂર ખાનના નામે રજિસ્ટર થયેલી Porsche કારને ફ્રોડ કેસના આરોપી મોનસન માવુંકલ પાસે જપ્ત કરવામાં આવી છે. મોનસન માવુંકલની કેરળ પોલિસની ક્રાઇમ બ્રાંચે કિંમતી પ્રાચીનકાળની વસ્તુ ચોરાવવાના આરોપમાં ધરપકડ કરી છે. તેની પાસે જે લગ્ઝરી કાર મળી છે તે કરીના કપૂર ખાનના મુંબઇના એડ્રેસ પર રજિસ્ટર છે.
મોનસન માવુંકલની ઉંમર 52 વર્ષ છે. તમે કદાચ આ નામ સાંભળ્યુ નહિ હોય પરંતુ લગભગ છેલ્લા એક સપ્તાહથી આ વ્યક્તિ કેરળના મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. આ વ્યક્તિ એક ઠગ છે જેણે કથિત રીતે લગભગ 10 વર્ષમાં એંટીક એટલે કે દુર્લભ વસ્તુઓના નામ પર લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો છે. મોનસન માવુંકલ કેસમાં હવે એક નવો ટ્વીસ્ટ આવ્યો છે. તેની પાસેથી જે 20 કાર મળી છે તેમાં એક પોર્શે બોક્સટર લગ્ઝરી કાર કરીના કપૂર ખાનના નામ પર રજિસ્ટર્ડ છે.
પોલિસ હવે એ તપાસ કરી રહી છે કે દસ્તાવેજ અસલી છે કે નકલી. પરંતુ એ જરૂર છે કે, ઠગી અને ફર્જીવાડા કેસમાં અભિનેત્રીનું નામ જાણતા-અજાણતા સામેલ થઇ ગયુ છે. કરીના કપૂરના નામ પર રજિસ્ટર્ડ આ કાર કેરળના ચેતર્લા પોલિસ સ્ટેશનના Alappuzhaમાં સ્થિત કંપાઉન્ડમાં છેલ્લા એક વર્ષથી ઊભી છે. કેરળના શ્રીવાસ્ત્મ ગ્રુપ કેસમાં પોલિસે આ કારને જપ્ત કરી છે. પોલિસનું કહેવુ છે કે, આ ગાડીના રજિસ્ટ્રેશનના કાગળ મોનસને હજી આપ્યા નથી. એવામાં ખબર નથી કે આખરે આ ગાડી અસલમાં છે કોની.
શ્રીવાસ્ત્મ ગ્રુપના કેસમાં પોલિસે મોનસન પાસેથી કુલ 20 કાર જપ્ત કરી છે. તેમાંથી એક કાર બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનના નામ પર રજિસ્ટર છે. એ હજી સુધી સ્પષ્ટ નથી કે આ ગાડી અસલમાં કોની છે. પરંતુ તેનું રજિસ્ટ્રેશન વર્ષ 2007માં મુંબઇમાં થયુ છે. ગાડીનું રજિસ્ટ્રેશન કરીના કપૂરના મુંબઇ વાળા એડ્રેસ પર થયુ છે. મોનસનની વાત કરીએ તો, તેની 10 કરોડ પ્રાચીનકાળની જૂની અને આર્થિક ફ્રોડ કારમાં ધરપકડ કરી છે. પોલિસ આ વાતની તપાસ કરી રહી છે મોનસન પાસે આવી કેટલી લગ્ઝરી ગાડીઓ છે.
જો કે, પોલિસને ખબર મળી છે કે તેમાંની કોઇ પણ ગાડીના દસ્તાવેજ બરાબર નથી. પરંતુ દસ્તાવેજોમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે, કરીનાના નામથી કોઇ બીજાના નામ પર આ પોર્શ કારનું ટ્રાંસફર થયુ નથી. મોનસને દાવો કર્યો હતો કે, તે કોસ્મેટોલોજિસ્ટ, ફિલાંથ્રોપિસ્ટ, એજુકેશનિસ્ટ, મોટિવેશનલ સ્પીકર અને તેલુગુ ફિલ્મનો એક્ટર છે. સાથે જ તેણે કહ્યુ કે, NRI ઓર્ગનાઇઝેશન પણ ચલાવે છે અને કેરળની રાજનીતિ, પોલિસ અને સિનેમા સાથે જોડાયેલ મોટા લોકોથી તેનો સંપર્ક છે.