પાર્ટીમાં મલાઈકાએ આ શું પહેર્યું? PHOTOS લોકોએ ઝૂમ કરી કરીને ચુપચાપ જોઈ લીધા
કોરોના વાયરસને કારણે સામાન્ય જનતાની જેમ જ સેલેબ્સને પણ ઘરે જ મહિનાઓ વીતાવવા પડ્યા છે. પરંતુ હવે ધીરે ધીરે બધાનું જીવન નોર્મલ થઇ રહ્યુ છે. ગઇ રાત્રે જ બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને તેની ગર્લ ગેંગ સાથે નાઇટ પાર્ટી એન્જોય કરી. પાર્ટી સાથે જોડાયેલ કેટલીક તસવીરો કરીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે.
તમને જણાવી દઇએ કે, આ પાર્ટીમાં મલાઇકા અરોરા, અમૃતા અરોરા, મહીપ કપૂર અને મલ્લિકા ભટ્ટ પણ હાજર રહી હતી. સામે આવેલી કેટલીક તસવીરોમાં જોઇ શકાય છે કે કરીનાને અમૃતાએ બેબોને જેવી જ પાછળ આવીને પકડી તો તેણે તરત જ પાઉટ કરી લીધુ. સામે આવેલી તસવીરોને જોઇને કહી શકાય કે બધાએ પાર્ટીમાં ખૂબ જ મસ્તી કરી હતી.
તમને જણાવી દઇએ કે, કરીનાએ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. ડિલીવરીના કેટલાક મહિના સુધી તે તેના દીકરાની દેખરેખ કરતી રહી પરંતુ હવે તે કામ પર આવી ગઇ છે. તેણે એડ શૂટ કરવા સાથે પાર્ટી કરવાનું પણ શરૂ કરી દીધુ છે. પાર્ટી દરમિયાન બધાએ મળીને કેન્ડલ લાઇટ ડિનર કર્યુ.
કરીના કપૂરે તેની ગર્લ ગેંગ સાથે મળીને ખૂબ જ પોઝ આપ્યા અને આ દરમિયાન બેબો ઘણી ખુશ પણ જોવા મળી. પાર્ટીમાં મલાઇકા અરોરા પીળા રંગનો ડ્રેસ પહેરીને પહોંચી હતી. ત્યાં જ કરીના અને અમૃતાએ ગ્રે ટી શર્ટ કેરી કરી હતી.
પાર્ટીમાં જતા સમયે કરીના કપૂર, અમૃતા અરોરાએ પેપરાજીને પોઝ પણ આપ્યા. આ દરમિયાન કરીનાએ માસ્ક પહેર્યુ ન હતુ. કરીના અને અમૃતાએ સંજય કપૂરની પત્ની મહીપ કપૂર સાથે પણ પોઝ આપ્યા. આમ તો મહીપ વધારે ચંકી પાંડે અને સોહેલ ખાનની પત્નીઓ સાથે નજર આવે છે.
કરીના કપૂરે આ દરમિયાન વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેણે ઘણો જ લાઇટ મેકઅપ કર્યો હતો. અમૃતા અરોરા કરીના સાથે ઘણી ખાસ બોન્ડિંગ શેર કરે છે. તેમણે પાર્ટી લોકેશન અને જમવા માટે મલાઇકાને શ્રેય આપ્યો અને તસવીરો માટે મહીપ કપૂરને ક્રેડિટ આપી.
કરીનાએ તેના મિત્રો સાથે બુમરિંગ વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તેણે બધા સાથે એક પોઝ આપતા એક ક્લિપ પણ શેર કરી છે. કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે જલ્દી જ આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે.