કરીના કપૂરે શેર કરી નાના દીકરા સાથે તસવીર તો આલિયા ભટ્ટે કરી એવી કમેન્ટ કે યુઝર્સ કહેવા લાગ્યા “જેહની મામી”

કરીના કપૂરના જહાંગીરની તસવીરો જોઈને રણવીર સિંહ અને આલિયા ભટ્ટથી ન રહેવાયું, જુઓ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર અવાર નવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર દીકરાઓ સાથેની તસવીર શેર કરતી રહે છે. કરીનાએ આ વર્ષની શરૂઆતમાં જ તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. પહેલા તો કરીના અને સૈફે તેમના નાના દીકરાને મીડિયાથી દૂર રાખ્યો હતો પરંતુ હવે તો તેની ઝલક સામે આવી ગઇ છે.

કરીનાએ હાલમાં જ તેના દીકરા સાથે ખૂબસુરત તસવીર શેર કરી હતી. જેમાં તે બંને ખૂબ જ ક્યુટ લાગી રહ્યા હતા. કરીના અને સૈફનો દીકરો 6 મહિનાનો થઇ ગયો છે. આ તસવીરે તો થોડી જ મીનિટોમાં 10 લાખથી વધુ લાઇક મેળવી લીધી હતી. કરીનાની આ તસવીર ખૂબ વાયરલ થઇ હતી. કરીનાની આ તસવીર પર ઘણા સેલેબ્સે પ્રેમ વરસાવ્યો હતો અને કમેન્ટો પણ કરી હતી.

આલિયા ભટ્ટ અને રણવીર સિંહથી લઇને મનીષ મલ્હોત્રા અને અમૃતા અરોરા સુધી ઘણા સેલેબ્સે આ તસવીર પર કમેન્ટ કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર ચાહકો અને સેલેબ્સ માતા અને બાળક પર પ્રેમ વરસાવી રહ્યા હતા. બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે આ તસવીર પર કમેન્ટ કરી હતી, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આલિયાએ તસવીર પર કમેન્ટ કરતા OMG લખ્યુ હતુ અને હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યા હતા.

આલિયાની આ કમેન્ટ જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ હતી. આલિયા ભટ્ટને યુઝર્સ જેહની મામી કહેવા લાગ્યા હતા. તમને જણાવી દઇએ કે, બધા જ જાણે છે કે આલિયા રણબીર કપૂર એટલે કે કરીના કપૂરના કઝિનને ડેટ કરી રહી છે. તેને ઘણીવાર રણબીર કપૂર અને તેની માતા નીતૂ કપૂર સાથે સ્પોટ કરવામાં આવે છે. આલિયા કપૂર પરિવાર સાથે પણ ઘણીવાર જોવા મળતી હોય છે.

કરીના કપૂર પતિ અને દીકરાઓ સાથે માલદીવમાં વેકેશન મનાવી પરત ફરી છે. તેઓને પરિવાર સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા, જયાં કરીના અને સૈફના નાના દીકરાની ક્યુટ તસવીર ખૂબ વાયરલ થઇ હતી. તે નૈનીના ખોળામાં ખૂબ જ ક્યુટ લાગી રહ્યો હતો. આ ઉપરાંત તૈમુર પણ તેમની સાથે જોવા મળ્યો હતો.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂરના કરિયરની શરૂઆત ફિલ્મ “રિફ્યુજી”થી થઇ હતી. આ ફિલ્મમાં તેના અભિનયની આલોચકોએ પણ સરાહના કરી હતી. કરીના કપૂરે પોતાનાથી 10 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. સૈફના આ બીજા લગ્ન હતા. સૈફના પહેલા લહ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. પહેલા લગ્નથી તેમને બે બાળકો છે. સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન.

આલિયાના વર્કફ્રંટની વાત કરીએ તો, હાલમાં ત રોકી અને રાની કી પ્રેમ કહાની ફરહાન અખ્તરની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ જી લે ઝરા છે. આ ફિલ્મ ગર્લ્સ રોડ ટ્રીપની કહાની છે. જેમાં આલિયા સાથે કેટરીના અને પ્રિયંકા પણ જોવા મળશે.

Shah Jina