પટૌડી ખાનદાનની બેગમ કરીના ખાને ડિલિવરી પછી કઈ રીતે આવું ફિગર બનાવી લીધું હશે? જુઓ તસવીરો
પટૌડી ખાનદાનની બેગમ એવી કરીના કપૂર ખાન બીજી વાર માતા બની ચુકી છે. અમુક દિવસો પહેલા જ કરીનાએ ક્યૂટ દીકરાને જન્મ આપ્યો હતો. ઝીરો ફિગર તરીકે જાણવામાં આવતી કરીના કપૂરનું વજન પહેલી ગર્ભાવસ્થામાં વધી ગયું હતું અને તૈમૂરના જન્મ પછી કરીનાએ એકાએક પોતાનું વજન ઓછું કરીને ફરીથી પોતાના શેપમાં આવીં ગઈ હતી અને દરેકને ચોંકાવી દીધા હતા.
View this post on Instagram
એવામાં બીજા બાળકના જન્મ પછી કરીના પોતાનું વર્કઆઉટ કરવામાં લાગી ગઈ છે. કરીનાએ અમુક સમય પહેલા જ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર અમુક તસવીરો શેર કરી હતી અને સ્પોર્ટ શૂઝની તસવીર પણ શેર કરી હતી અને જણાવ્યું હતું કે તે ફરીથી જિમ શરૂ કરવા જઈ રહી છે.
View this post on Instagram
એવામાં હાલના સમયમાં કરિનાની જિમ લુકની તસવીરો સામે આવી છે, જેને જોઈને માનવામાં આવી રહ્યું છે કે કરીના વર્કઆઉટ શરૂ કરી ચુકી છે. સામે આવેલી તસવીરોમા કરીના જીમની બહાર સ્પોટ થઇ હતી, જેમાં તેણે બ્લેક ટી શર્ટ અને ટ્રેક પહેરી રાખ્યું હતું અને લાઈટ ગ્રીન શૂઝ પહેરી રાખ્યા હતા.
View this post on Instagram
આ લુકની સાથે કરીનાએ બ્લેક ચશ્મા પણ પહેરી રાખ્યા હતા અને વાળમાં હાઈ બન બનાવી રાખ્યું હતું. અને હાથમાં પાણીની બોટલ પણ કેરી કરી હતી. કરિનાની આ જિમ લુકની તસવીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ પણ કરી રહ્યા છે.