સોનાની દાણચોરીના કિસ્સામાં મોટી કાર્યવાહી કરીને, બેંગ્લોરના રેવેન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઈ) એ કેમ્પે ગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 14.8 કિલો સોનું કબજે કર્યા બાદ કન્નડ અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ કરી હતી. રાન્યા તેની લગાતાર ઇન્ટરનેશનલ ટ્રિપ્સના કારણે ડીઆરઆઈની નજરમાં હતી . જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે 3 માર્ચની રાત્રે દુબઇથી બેંગ્લોર પહોંચી હતી.ડીઆરઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે અભિનેત્રી રાન્યા રાવ મોટે ભાગે તેના શરીરમાં સોનું પહેરે છે, તેમજ તેના કપડાંમાં ગોલ્ડ બાર્સ (ગોલ્ડ સળિયા) છુપાવી રાખ્યા છે.
રાન્યા આઇપીએસ રામચંદ્ર રાવની પુત્રી છે, જે હાલમાં કર્ણાટક પોલીસના હાઉસિંગ કોર્પોરેશનના ડીજીપી તરીકે કામ કરી રહ્યા છે. ડીઆરઆઈ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે રાન્યાને પોલીસ અથવા અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી સોનાની દાણચોરીમાં કોઈ મદદ મળી રહી છે કે નહિ.ડીઆરઆઈએ નોંધ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં રાન્યા દુબઈની ચાર વખત મુલાકાત લીધી હતી. આનાથી એજન્સીને શંકા ગઈ હતી. ડીઆરઆઈએ અભિનેત્રીની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું હતું. એજન્સીને ગુપ્ત માહિતી મળી કે તે દુબઈથી મોટી માત્રામાં સોનાની સાથે બેંગલુરુ આવી રહી છે.

આ ગુપ્તચર ઇનપુટ પર કાર્યવાહી કરતાં, એજન્સીએ અભિનેત્રી રાન્યા રાવને કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચતાંની સાથે જ રોકી અને તેની તલાસી લેવાની શરુ કરી, જેમાં તેની પાસેથી 14.8 કિલો સોનું કબજે કરવામાં આવ્યું. આ સોનાની બજારમાં કિંમત લગભગ 12 કરોડ છે.તેણે તેના જેકેટમાં કથિત સોનું છુપાવ્યું હતું. રાન્યાની ધરપકડ પછી, તેને બેંગ્લોરમાં ડીઆરઆઈ હેડકવાટર્સમાં લઈ જવામાં આવી અને વધુ પૂછપરછ કરી.
આ પછી, તેને મંગળવારે બેંગલુરુમાં કોર્ટમાં હાજર કરવામાં આવી. કોર્ટે અભિનેત્રીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી. ડીઆરઆઈ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું તે એકલા કામ કરી રહી હતી અથવા દુબઇ અને ભારત વચ્ચેના મોટા સોનાની દાણચોરીના નેટવર્કનો ભાગ છે.

