જન્મદિવસ પર કેક લાવેલા ચાહકોની સાથે કાજોલે એવું શું કર્યું જેના લીધે તેને ઘમંડી કહેવા લાગ્યા
કાજોલ બોલિવૂડની ફેમસ અભિનેત્રી છે, જેની સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે ફેન ફોલોઇંગ છે. કાજોલના ચાહકો તેમની દરેક પોસ્ટ ખુબ જ પસંદ કરે છે અને તેમની પોસ્ટ ઉપર ખુબ જ પ્રેમ વરસાવતા હોય છે. કાજોલને ઇન્ડસ્ટ્રીમાં સૌથી કુલ અને ચુલબુલી અભિનેત્રી કહેવામાં આવે છે. 90ના દાયકામાં કાજોલે ઘણી બધી શાનદાર ફિલ્મોમાં કામ કરેલું છે. કાજોલે ઘણા દિગ્ગજ અભિનેતાઓ સાથે મોટા પડદા પર પણ કામ કરેલું છે. વર્ષો બાદ પણ કાજોલનો જલવો મોટા પડદા ઉપર જોઈ શકાય છે.
કાજોલે ફિલ્મ ‘બેખુદી’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. કાજોલની તે ફિલ્મ વર્ષ 1992માં રિલીઝ થઇ હતી. પહેલી ફિલ્મ રિલીઝ થયા પછી કાજોલે ક્યારેય પણ પાછળ ફરીને જોયું હતું નહિ. તેની પહેલી ફિલ્મથી જ તેણે દર્શકોનું દિલ જીતી લીધું હતું. જણાવી દઈએ કે કાજોલનો પૂરો પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલો છે. તેમની માતા તનુજા મશહૂર અભિનેત્રી હતી.
થોડા દિવસ પહેલા જ કાજોલે તેનો 47મોં જન્મ દિવસ મનાવ્યો છે. કાજોલ તેના જન્મ દિવસ પર પૈપરાજીને મળી હતી અને તેમને લાવેલી કેક પણ કાપી હતી તે વીડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પરંતુ તે દરમ્યાન કંઈક એવું થયું જેના માટે અભિનેત્રી ખરાબ રીતે ટ્રોલ થવા લાગી હતી.
કાજોલના જન્મદિવસ પર કેટલાક મીડિયાના લોકો અને ચાહકો અભિનેત્રીને મળવા કેક લઈને તેમના ઘરે પહોંચ્યા હતા. અભિનેત્રીએ તેમની લાગણીનું સમ્માન કરતા કેક પણ કાપી હતી, પરંતુ કેક કાપતા સમયે કાજોલની જે બોડી લેંગ્વેજ હતી, તે કેટલાક લોકોને પસંદ આવી નહિ અને હવે યુઝર્સ અભિનેત્રીને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે કાજોલે સફેદ કલરનું લોન્ગ ગાઉન પહેરેલું છે અને તે ખુબ જ દૂરથી બચી બચીને કેક કાપી રહી છે. કાજોલના બોડી લેંગ્વેજને જોઈને લાગી રહ્યું હતું કે કાજોલને આ બધામાં કોઈ જાતની દિલચસ્પી નથી.
કાજોલનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ કૉમેન્ટ્સમાં ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘પૈસા, ટાઈમ અને મેહનત આવા લોકો ઉપર વ્યર્થ શું કરવા કરવું જે સંભાળ પણ ના રાખે.’ બીજા એક યુઝરે લખ્યું કે, ‘તે જરાય પણ ખુશ નથી દેખાઈ રહી. બિચારા લોકો તેમનો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે.’ તેમજ કેટલાક લોકો કાજોલને ઘમંડી પણ કહેતા નજર આવ્યા હતા.
View this post on Instagram