કાજલ અગ્રવાલે શેર કરી તેના હનીમૂનની તસવીરો, એક રાતનો ભાવ આટલો…

સિંઘમની કાજલે તેના પતિ સાથે પાણીની અંદર બનેલા મહેલમાં હનીમૂન માણ્યું ત્યાં એક રાતનો ભાવ જાણીને ઊંઘ નહિ આવે

લગ્ન બાદ કાજલ અગ્રવાલના હનીમૂનની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે. કાજલે માલદીવમાં પોતાનું હનિમૂન સેલિબ્રેટ કર્યું હતું. અહીં તે એક અંડરવોટર વિલામાં રોકાઈ હતી. એ દિવસોમાં આ અંડરવોટર વિલા પણ ઘણી હેડલાઇન્સમાં રહી હતી.

કાજલ જ્યાં તેના પતિ સાથે રહી હતી તે અંડરવોટર વિલાનું નામ ‘ધ મુરાકા’ છે. તેની સુંદરતાને કારણે, આ વિલા લોકોમાં વારંવાર ચર્ચાનો વિષય રહે છે. હવે જ્યારે વિલા ખૂબ વૈભવી છે, તો પછી અહીં રોકાવાનો ખર્ચ પણ એટલો જ મોંઘો છે.

આ વિલામાં એક રાત રોકવાની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. 15 મિલિયન ડોલરના ખર્ચે બનેલી આ હોટલમાં રહેવા માટે તમારે 50 હજાર ડોલર ખર્ચ કરવા પડશે. આ ફક્ત એક રાતનો ખર્ચ છે.

તે આટલી મોંઘી એટલે છે કારણકે તે વિશ્વની પહેલી અંડરવોટર હોટલ વિલા છે. આ વૈભવી વિલા સમુદ્ર સપાટીથી 16 ફુટથી વધુ નીચે સ્થિત છે. તેની દિવાલો કાચની બનેલી છે. તેની અંદર તમે સમુદ્રનાં જીવો સરળતાથી જોઇ શકો છો. વર્ષ 2018 માં આ વિલા પ્રવાસીઓ માટે ખુલ્યો હતો.

સ્ટીલ, કોંક્રિટ અને એક્રેલિકથી બનેલા આ વિલેમાં જીમ અને ખાનગી સુરક્ષા વિગતો માટેનો વિસ્તાર પણ છે. આખો વિલા ખૂબ જ સુંદર છે. હોટલમાંથી કાજલે શેર કરેલી તસવીરમાં તમે સમુદ્રના જીવ જોઇ શકો છો. તસવીરમાં ગૌતમ કીચલૂ પણ જોવા મળી રહ્યો છે.

તસવીરોમાં કાજલે તેના બેડરૂમની ઝલક પણ બતાવી છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની સાથે સાથે બોલિવૂડની ફિલ્મોમાં પણ ખાસ ઓળખ બનાવનારી અભિનેત્રી કાજલ અગ્રવાલના ગૌતમ કીચલૂ સાથે લગ્ન થયા હતા.

લાંબા સમય સુધી એકબીજા સાથે રિલેશનમાં રહ્યા બાદ આખરે 30 ઓક્ટોબરે બંનેના લગ્ન થયા. બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. કાજલના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

કોરોના વાયરસને કારણે કાજલના લગ્નમાં બહુ ઓછા લોકો જોડાયા હતા. કાજલનો પતિ ગૌતમ વ્યવસાયે ઈંટિરીયર ડિઝાઇનર છે. તે ‘ડીસ્સ્સર્ન લિવિંગ ડિઝાઇન’ શોપના સ્થાપક પણ છે. કાજલના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તેણે સાઉથની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડની ફિલ્મોમાં તે ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

સાઉથ અને બોલીવૂડ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલ તેના મિત્રો સાથે વારંવાર સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલી રહે છે અને ગયા વર્ષે જ તેણે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથર લગ્ન કરી ખુબ જ ચર્ચામાં રહી હતી. કાજલ આજકાલ તેની લગ્નજીવનનો આનંદ માણી રહી છે. આ સમય દરમ્યાન તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરે છે.

આ દરમિયાન અભિનેત્રીની એક લેટેસ્ટ તસ્વીર સામે આવી છે, જે હવે વાઇરલ થવા લાગી છે. આ તસવીરમાં કાજલ સ્વિમિંગ પુલમાં દેખાઈ રહી છે. કાજલ અગ્રવાલના તસવીરોમાં તમે જોઈ શકો ચો કે અભિનેત્રીએ પહેરી સ્વીમીંગપુલમાં પાણીની સાથે રમી રહી છે. આ દરમ્યાન કાજલનો ખુબ જ ગ્લેમરસ દેખાવ જોવા મળી રહ્યો છે. કાજલ કાળા કલરની ખુબ જ સુંદર લાગી રહી છે.

કાજલ અગ્રવાલ કાળા કલરની ખુબ જ ખુશ થઈને પાણીની સાથે રમાતી નજર આવે છે. આ બધી તસવીરોને શેર કરતા કાજલ અગ્રવાલે જાહેર કર્યું કે તે ખુબ ખુશ છે. ટુ પીસમાં તસવીરો શેર કરતા કાજલ અગ્રવાલે લખ્યું છે કે “ખુશી તેની લહેર પોતે બનાવવામાં છે.”

તમને જણાવી દઈએ કે હિન્દી સિનેમા કરતા વધારે કાજલ અગ્રવાલ ટેલિવુડની લોકપ્રિય અભિનેત્રી છે .કાજલ અગ્રવાલ તેની સ્ટાઇલ અને ગ્લેમર માટે જાણીતી છે. જલ્દી જ કાજલ અગ્રવાલ ફિલ્મ ઇન્ડિયન 2માં દેખાશે. કાજલ તેના દરેક લૂક સાથે ઈન્ટરનેટ પર છવાઈ જાય છે.

સિંઘમ ફિલ્મથી હિન્દી સિનેમામાં ચર્ચામાં આવેલી કાજલ અગ્રવાલ સાઉથ સિનેમાનો બહુ મોટો ચહેરો મનાય છે. જણાવી દઈએ કે કાજલ અગ્રવાલ બેગ્રાઉન્ડ ડાન્સર હતી. અત્યારે કાજલ અગ્રવાલની કમાણી એક ફિલ્મ પાછળ લાખોની ફી છે. કાજલ અગ્રવાલ એક વર્ષમાં 14 કરોડ સુધી કમાણી કરી લે છે.

હંમેશાની જેમ કાજલ અગ્રવાલની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહી છે. કાજલ આ બધી તસવીરોમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીના આ તસવીરો તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Patel Meet