ધોમધખતી ગરમીથી છુટકારો મેળવવા માટે આ છોકરાઓએ ચાલુ એક્ટિવા ઉપર કર્યો એવો જુગાડ કે જોઈને લોકોએ માથા પકડી લીધા, જુઓ વીડિયો

ગરમીથી છુટકારો મેળવવાનો આવો જુગાડ તો તમે પણ આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, જુઓ વીડિયો, તમે પણ જોઈને હેરાન રહી જશો

દેશભરમાં હવે ગરમીનો માહોલ ચાલુ થઇ ગયો છે, ઠેર ઠેર કાળઝાળ ગરમી સતાવી રહી છે, ત્યારે ઘણા લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે અલગ અલગ જુગાડ કરતા પણ જોવા મળતા હોય છે. ઘણા લોકોના એવા દેશી જુગાડ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં બે યુવકોનો જુગાડ જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો.

થોડા મહિના પહેલા જ દેશભરમાં કડકડતી ઠંડી પડી રહી હતી અને ઠંડીમાં લોકો નાહવાથી પણ બચત જોવા મળ્યા હતા, પરંતુ હવે માર્ચ-એપ્રિલની ધોમ ધખતી ગરમીએ લોકોને રસ્તા ઉપર પણ નાહવા માટે મજબુર કરી દીધા છે, જેનું એક તાજું જ ઉદાહરણ વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળ્યું હતું.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિ ધોમ ધખતા તડકામાં એક્ટિવા પર નીકળે છે, પરંતુ તેઓ પોતાની સાથે પાણી ભરેલી ડોલ પણ લઈ ગયા છે. જ્યારે તે ચાર રસ્તા પરથી વળે છે, ત્યારે તમે જોઈ શકો છો કે કેવી રીતે પાછળ બેઠેલી વ્યક્તિ તેના માથા પર ડોલમાંથી પાણી રેડવાનું શરૂ કરે છે.

આ ઉપરાંત તે એક્ટિવા ચલાવતા વ્યક્તિ પર પણ પાણી રેડે છે, જેથી તેને પણ ગરમીથી છૂટકારો મળી શકે. ગરમીથી બચવા માટે તમે આવા જુગાડ ક્યારેય નહિ જોયા હોય. ફેસબુક પર વીડિયો શેર કરનાર યુઝર્સ નવજીત પરિહારે દાવો કર્યો છે કે આ વીડિયો રાજસ્થાનના જોધપુરનો છે. વીડિયો શેર કરતી વખતે યુઝર્સે તેના કેપ્શનમાં લખ્યું, “આ વખતે માર્ચમાં જ ગરમી એટલી વધી ગઈ છે.” આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

Niraj Patel