જયપુરના જોજો-જોનીએ પ્રેમાનંદ મહારાજને ખૂબ હસાવ્યા : રાહુલ મિશ્રાની કલાથી થયા પ્રભાવિત, હોઠ હલાવ્યા વિના નીકાળે છે અવાજ
હસી-હસીને લોથપોથ થતા સંત પ્રેમાનંદ, કળાના થયા મુરીદ, પૂછ્યુ- આ જોજો અને જોની કેવી રીતે બોલે છે ?
વૃંદાવનના અગ્રણી સંત પ્રેમાનંદજી મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ જયપુર સ્થિત વેંટ્રિલોક્વિસ્ટ રાહુલ મિશ્રા સાથે વાતચીત દરમિયાન હસતા જોવા મળે છે. આ વીડિયોમાં રાહુલે જોજો અને જોની નામના પપેટ્સ દ્વારા મહારાજ સાથે વાતચીત કરી. જેના પર પ્રેમાનંદજી સતત હસતા અને તેમની કલાના વખાણ કરતા જોવા મળે છે. રાહુલ મિશ્રાએ દેશભરમાં વેંટ્રિલોક્વિસ્ટ તરીકે પોતાનું નામ બનાવ્યું છે.
વેંટ્રિલોક્વિઝ્મ એક અનોખી કલા છે જેમાં કલાકાર પોતાના હોઠ હલાવ્યા વિના અવાજો કાઢે છે, જેનાથી એવું લાગે છે કે કોઈ બીજી વ્યક્તિ કે પપેટ્સ બોલી રહ્યા છે. રાહુલે કહ્યું કે મારી પાસે જોજો અને જોની નામના બે પપેટ્સ છે, જેના દ્વારા હું મારું પ્રદર્શન આપું છું. વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજ સાથેની મુલાકાત દરમિયાન જોજો અને જોનીએ તેમની સાથે વાતચીત કરી, જેના પર પ્રેમાનંદજી હસી હસીને લોથપોથ થઇ ગયા. કહ્યુ- ‘આ રમકડાં પોતાની મેળે કેવી રીતે બોલે છે ?’ આ અદ્ભુત કલા છે! તેમણે રાહુલની કલાની ખૂબ પ્રશંસા કરી.
રાહુલે કહ્યું- મહારાજજીને કલા એટલી ગમી કે જ્યારે હું બહાર આવ્યો, ત્યારે તેમણે તેમના શિષ્યોને મને ફરીથી બોલાવવા મોકલ્યા. બંને મળ્યા અને પછી તેઓ આ કળા વિશે શીખ્યા. જ્યારે મેં તેમને કહ્યું કે આ બે પપેટ્સના અવાજ મારી અંદરથી આવી રહ્યા છે, ત્યારે તેનણે કહ્યું કે આ અદ્ભુત છે. તેમણે મારા જોજો અને જોનીને ઈનામ તરીકે 500-500 રૂપિયા આપ્યા. તેમણે મને સન્માન આપ્યું અને પ્રસાદ સ્વીકાર્યો. આ મારા માટે ખૂબ મોટી વાત છે. અમારા જેવા યુવાનો તેમના ભક્ત છે અને તેમના શબ્દો અને ઉપદેશોનું પાલન કરે છે.
જ્યારે હું બહાર આવ્યો ત્યારે બૃજવાસીઓએ મને ઘેરી લીધો અને કહ્યું કે અમે મહારાજજીને આટલું હસતા ક્યારેય જોયા નથી, તમે ખૂબ સારું કામ કર્યું છે. રાહુલે પોતાની કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી હતી, પરંતુ આ ક્ષેત્રમાં પૂરતી કમાણી ન થવાને કારણે, તેણે 2015 માં યુટ્યુબ પર એક ચેનલ બનાવી. તેના મિત્રોએ તેને એક પપેટ બનાવી આપ્યો, જેનાથી તેણે વીડિયો બનાવ્યો. તેના વીડિયો TikTok પર વાયરલ થયા, પરંતુ ખરી સફળતા ત્યારે મળી જ્યારે તેણે પોતાની કુશળતાને વધુ નિખારી અને મોટા પ્લેટફોર્મ પર પહોંચ્યો. રાહુલ ઘણા મોટા શોનો ભાગ રહ્યો છે. તે બિગ બોસના સેટ પર એક ખાસ પર્ફોર્મન્સ આપવા આવ્યો હતો અને તેણે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી છે.
View this post on Instagram