‘પાઇરેટ્સ ઓફ ધ કૈરેબિયન’ દિગ્ગજ અભિનેતાએ રેસ્ટોરન્ટમાં 5 કલાક રોકાયા, અધધધધધધધધ લાખ રૂપિયાની ટીપ આપી, જાણીને વેઈટર થઇ ગયો છે રાતોરાત માલામાલ
હોલીવુડ સ્ટાર જોની ડેપે તાજેતરમાં એમ્બર હર્ડ સામે માનહાનિનો કેસ જીત્યો હતો. આટલું જ નહીં, આ જીત બાદ જોનીએ જીતની ઉજવણી કરતા મિત્રો સાથે ડિનર કર્યું અને આમાં તેણે 48.1 લાખ રૂપિયા ખર્ચ્યા. રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રવિવારે સાંજે એક સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપે વારાણસી રેસ્ટોરન્ટમાં ભારતીય ભોજન, કોકટેલ અને રોઝ શેમ્પેનનો આનંદ માણ્યો. તમને જણાવી દઈએ કે વારાણસી રેસ્ટોરન્ટ બર્મિંગહામની સૌથી મોટી ભારતીય રેસ્ટોરન્ટ કહેવાય છે.
તેમની સુરક્ષા ટીમે અગાઉ તપાસ કરી હતી કે તે એવી જગ્યાએ ઉજવણી કરશે જ્યાં 400 લોકો આવી શકશે. તેઓ ઈચ્છતા હતા કે આવી જગ્યાએ જોનીની પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવે.રેસ્ટોરન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટમાં જોની ડેપ અને જેફ બેકની આતિથ્ય જબરદસ્ત હતી. બ્રોડ સ્ટ્રીટ ઈન્ડિયન રેસ્ટોરન્ટે કહ્યું કે તે તેમની ટીમ માટે જીવનભરનો અનુભવ છે.
વારાણસી રેસ્ટોરન્ટના ઓપરેશન ડાયરેક્ટર મોહમ્મદ હુસૈને જણાવ્યું હતું કે જોની ડેપ અને તેમની ટીમ તેમને પીરસવામાં આવેલા ફૂડથી ખૂબ જ ખુશ હતા, તેમની ટીમને પણ અમારી કંપની ગમી, એટલું જ નહીં તેઓને ફૂડ એટલુ ગમ્યુ કે તેઓ ફૂડ પેક કરીને લઇ ગયા. હુસેને કહ્યું કે જોની ડેપે રેસ્ટોરન્ટમાં સ્ટાફ મેમ્બરોને ગળે લગાવ્યા, ચુંબન કર્યું અને તસવીરો ક્લિક કરી. જોની ડેપે આ રેસ્ટોરન્ટમાં જે રીતે ખૂબ જ મસ્તી કરી અને ટિપમાં લાખો રૂપિયા આપ્યા તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
વારાણસી રેસ્ટોરન્ટના ડિરેક્ટરે કહ્યું કે અમને રવિવારે એક ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જોની ડેપ અમારી જગ્યાએ કેટલાક લોકો સાથે જમવા આવશે. તેમણે આગળ કહ્યું, ‘મને શરૂઆતમાં આઘાત લાગ્યો હતો. મને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે. પરંતુ ત્યારબાદ તેમની સુરક્ષા ટીમ આવી અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી.
ત્યારબાદ અમે તેમને સંપૂર્ણ જગ્યા આપી જેથી તેઓ આરામથી રાત્રિભોજન કરી શકે. જોની ડેપ ત્યાં લગભગ 3થી5 કલાક રોકાયો અને ત્યાં તે મેનેજરના પરિવાર અને મિત્રોને મળ્યો અને તે પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. મેનેજરે કહ્યું કે આ દરમિયાન જોની ખૂબ જ ખુશ હતો અને તેણે બધા સાથે સારી રીતે વાત કરી.જણાવી દઈએ કે તાજેતરમાં જ જોની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચેના માનહાનિના કેસ પર નિર્ણય આવ્યો છે.
વર્ષ 2018માં જોની ડેપે ધ વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક લેખને લઈને એમ્બર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જોની ડેપની પૂર્વ પત્ની એમ્બર હર્ડે 2018ના આ લેખમાં પોતાને ઘરેલુ હિંસાનો શિકાર ગણાવી હતી. આ કેસમાં જોની ડેપની જીત થઈ છે. જોની ડેપ હાલમાં મ્યુઝિકલ ટૂર પર છે. આ પ્રવાસ દરમિયાન જ તે ઘણી વખત યુકેમાં જેફ બેક સાથે જોવા મળ્યો હતો.