ખબર

જોગીનો વેશ, હાથમાં સારંગી.. 22 વર્ષ પછી ઘરે પહોંચ્યો પતિ, ‘વિધવા પત્ની’ થઇ ગઈ દંગ

ઘરે આવ્યો જોગી: 22 વર્ષ બાદ હાથમાં સારંગી લઈને પહોંચ્યો પતિ, વિધવા પત્નીથી માંગી ભિક્ષા તો…જુઓ

ઝારખંડના ગઢવા જિલ્લાના સેમૌરા ગામમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જે અત્યાર સુધી માત્ર બોલિવૂડ ફિલ્મોમાં જ જોવામાં આવ્યો છે. 22 વર્ષ પહેલા ગુમ થયેલો યુવાન હાથમાં સારંગી લઈને અચન જોગીના વેશમાં તેના ઘરે પહોંચ્યો હતો. બે દાયકા પહેલા પતિનું અવસાન થયું છે એવું વિચારીને વિધવા જીવન જીવતી પત્ની પણ ચોકી ગઈ હતી. 22 વર્ષ બાદ પરત ફરવાની ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. તે દરમ્યાન લોકોની ઘર ઉપર ભીડ જામી જાય છે.

આ કેસ ગઢવા જિલ્લાના કંડી બ્લોકના સેમૌરા ગામનો છે. ઉદય અહીં 22 વર્ષ પહેલા પોતાનું પૈતૃક ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો. ઘરના પરિવારના સભ્યોએ ઘણી જગ્યાએ તેની શોધ કરી હતી. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો ન લાગતાં પરિવારના સભ્યોએ માની લીધું કે તેનું કોઈ દુર્ઘટનામાં મોત થઇ ગયું છે.

ઉદયની પત્ની પણ તેના પુત્ર અને પુત્રી સાથે વિધવા જીવન જીવવા લાગી હતી. 22 વર્ષ અચાનક ઉદય જોગીના વેશમાં હાથમાં સારંગી લઈને તેમના પૈતૃક ઘર સેમુરા ગામ પહોંચ્યા. ઉદયે પોતાની પત્નીને ભીખ માગી અને બાબા ગોરખનાથના ભજનો ગાવાનું શરૂ કરી દીધું હતું.

જોગીના વેશમાં પહોંચેલા ઉદયને જોતા જ પત્નીએ તેને ઓળખી લીધો. આટલા વર્ષો પછી તેના પતિને જોઈને તે ખૂબ જ રડવા લાગી. જોગીનું સ્વરૂપ છોડીને તે પોતાના ઘરમાં રહેવા વિનંતી કરવા લાગી. પરંતુ ઉદય વારંવાર પોતાની ઓળખ છુપાવતો રહ્યો. થોડી જ વારમાં પરિવારના અન્ય સભ્યો અને ગ્રામજનો પણ પહોંચી ગયા.

ઉદયે સાચો પરિચય પણ જણાવ્યો અને પત્નીને ભિક્ષા આપવા વિનંતી કરી. કહ્યું કે પત્નીના ભિક્ષા વગર મને સિદ્ધિ નહિ મળે. એવું પણ કહ્યું કે મને ભિક્ષા આપીને મારી ફરજ બજાવવા દો. તે દરમ્યાન આટલા વર્ષો બાદ ઉદયના પરત આવવાના સમાચારથી ગ્રામજનોની ભીડ ભેગી થઇ ગઈ હતી. ગ્રામજનોએ ઉદયને તેના ઘરે રહેવાની અપીલ પણ કરી પરંતુ તે રાજી ન થયો. ગામમાંથી બહાર આવ્યા બાદ પણ તેઓએ કંડીમાં આવેલી ડિગ્રી કોલેજમાં આશરો લીધો છે.