બીજા એક સિંગરે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે, મૃત્યુ પહેલા તેને હાથ અને પગ…

કોન્સર્ટના કપડામાં હજી પણ, કેકેને જોઇને એવું લાગી રહ્યુ હતુ કે તે ઝપકી લઇ રહ્યો હતો અને આગળના સેટ માટે જાગી જશે, કેકેના નિધનની રાત્રે જે થયુ તેના પર જીત ગાંગુલી

બોલિવૂડ સિંગર કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કેકે હવે આપણી વચ્ચે નથી. 31 મે મંગળવારના રોજ રાત્રે 53 વર્ષની વયે કોલકાતામાં તેમનું અવસાન થયું. કેકેના નિધનથી ફેન્સ સહિત સેલેબ્સ પણ આઘાતમાં છે.તે કોલકાતામાં લાઈવ શો કરી રહ્યો હતો, શો પછી અચાનક તેની તબિયત બગડી અને તે પડી ગયો, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પહેલા કેકેનું નિધન કાર્ડિયાક અરેસ્ટ માનવામાં આવતુ પરંતુ તે બાદ તેના કપાળ અને મોઢાના આસપાસ ઇજાના નિશાન જોવા મળ્યા જે બાદ તેના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ.

જોકે, મૃત્યુનું સાચું કારણ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. બીજી તરફ પોલીસે આ મામલામાં અસામાન્ય મોતનો ગુનો નોંધ્યો છે.તાજેતરમાં વાતચીત દરમિયાન મ્યુઝિક કંપોઝર અને સિંગર જીત ગાંગુલીએ સિંગરને યાદ કર્યો અને કહ્યું કે તેણે બે દિવસ પહેલા જ કેકે સાથે વાત કરી હતી અને તે કેકે સાથે કોલકાતાથી મુંબઈ આવવાનો હતો.જીતે કહ્યું, ‘હું મારી પત્ની સાથે રેસ્ટોરન્ટમાં રાત્રિભોજન માટે ગયો હતો. ત્યારે મને આ સમાચાર મળ્યા. મેં તરત જ KK ના મેનેજરને ફોન કર્યો, જે બેસુધ થઇને રડી રહ્યો હતો.

પછી હું તરત જ હોસ્પિટલ દોડી ગયો, પરંતુ ત્યાં સુધીમાં બધું સમાપ્ત થઈ ગયું હતું.’ જીતે આગળ કહ્યું, ‘હું હજી આ વાત પર વિશ્વાસ કરી શકતો નથી. મારી કેકે સાથે બે દિવસ પહેલા જ વાત થઈ હતી. તેણે મને કહ્યું કે તે કોલકાતામાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે. તેણે ફોન પર કહ્યું કે હું કોલકાતા આવી રહ્યો છું, હું કોલેજના શોમાં પરફોર્મ કરીશ. કેકેએ મને તેમના કોન્સર્ટમાં આમંત્રણ પણ આપ્યું હતું, હું થોડો વ્યસ્ત હતો તેથી ત્યાં જઈ શક્યો ન હતો.” જીતે આગળ કહ્યુ કે, અમે કોલકાતાથી મુંબઈ પાછા સાથે જવાના હતા. જ્યારે મેં આ સમાચાર સાંભળ્યા, ત્યારે હું વિશ્વાસ કરી શક્યો નહીં. મેં તેને કાયમ માટે ગુમાવ્યો હતો.”

જીતે વધુમાં કહ્યુ કે, જ્યારે તે આવી રહ્યો હતો ત્યારે તેણે ડ્રાઇવરને AC વધારવા માટે કહ્યુ હતુ, એસી ફુલ પાવરથી ચાલતું હોવાનું જણાવવા પર તેણે કહ્યું કે તેને ગરમી લાગી રહી છે અને તેના પગ અને હાથના સ્નાયુઓમાં દુખાવો થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, સિંગરના મોતને લઇને એક એવો પણ ખુલાસો થયો હતો કે તે જે ઓડિટોરિયમમાં લાઇવ કોન્સર્ટ કરી રહ્યો હતો ત્યાં જરૂર કરતા વધારે ભીડ હતી. ભીડ બેકાબૂ બની રહી હતી, જેને કાબૂમાં લેવા માટે બાઉન્સરો ફોર્મ સ્પ્રે છોડતા હતા.

ANI અનુસાર નઝરુલ મંચના એક સ્ટાફે વાતચીતમાં જણાવ્યું કે ઓડિટોરિયમમાં ક્ષમતા કરતા વધારે લોકો હતા. ઓડિટોરિયમની ક્ષમતા બેથી અઢી હજાર છે, પરંતુ ત્યાં 5 હજાર લોકો હાજર હતા. ભીડ બેકાબૂ બનીને બાઉન્ડ્રી કૂદી રહી હતી. કેટલાકે દરવાજા તોડી નાખ્યા હતા. ભીડને કાબૂમાં લેવા માટે બાઉન્સરોએ ફોર્મ સ્પ્રે છોડ્યો હતો.જો કે, સ્ટાફ મેમ્બરે એમ પણ કહ્યું કે ઓડિટોરિયમની અંદર કંઈ થયું નથી. કેકેની તબિયત સારી ન હતી, તેથી તેણે થોડો સમય વિરામ લીધો અને પછી ફરીથી પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. આ ઉપરાંત  ABP ન્યૂઝના અહેવાલ મુજબ ઓડિટોરિયમમાંથી ભીડને ભગાડવા માટે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Shah Jina